180X600.jpg
Sep 01,2015 05:18:10 AM IST
 

દુનિયાનું સૌથી મીઠું રાજીનામું, જાણો કઈ રીતે!

Apr 20, 2013 11:06
 
Tags:   Border Force Border Britain Army man resignation cake Lifestyle comment     E-Mail     Print    
 
Viewed: 7684
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 20 એપ્રિલ

બ્રિટનના સ્ટૈંસ્ડ એરપોર્ટ પર કામ કરી રહેલા ક્રિસ હોમ્સે તેનું રાજીનામું અનોખા અંદાજમાં આપ્યું, તેણે રાજીનામું આપવા માટે કેકનો ઉપયોગ કર્યો, તેણે એક કેક ઉપર પોતાનું રાજીનામું લખી તેના વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું કે તે હવે તેના પરિવાર અને વ્યવસાય ઉપર ધ્યાન આપવા માગે છે જેથી તેમનાં આ રાજીનામાની તસવીરોને ઇન્ટરનેટ અને ટ્વિટર પર ભારે લોકપ્રિયતા મળી અને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યાના અમુક જ કલાકોમાં આ તસવીરોએ બધાનું ધ્યાન ખેંચ્યું. હોમ્સ બ્રિટાની સુરક્ષાબળ બોર્ડર ફોર્સમાં કામ કરે છે. છેલ્લાં ચાર વર્ષથી તેઓ હવાઈમથકના ઇમિગ્રેશન વિભાગમાં ફરજ બજાવતા હતા.

અભિનંદન સાથે વિદાય

હોમ્સે આ કેક સોમવારે તેના ૩૧મા જન્મદિવસે રજૂ કરી હતી, તેમનાં આ રસપ્રદ રાજીનામાનો વિચાર તેમના વરિષ્ઠ અધિકારીઓને પણ ખૂબ જ પસંદ આવ્યો હતો. બોર્ડર ફોર્સે કહ્યું કે હોમ્સને અભિનંદન સાથે તેમની જવાબદારીઓથી મુક્ત કરી દેવાયા છે. સ્ટૈંસ્ડમાં બોર્ડર ફોર્સના સહાયક નિર્દેશક બિલ ફાર્મનું કહેવું છે કે ક્રિસે કેકની સાથે એક ઔપચારિક પત્ર પણ આપ્યો છે, તે અમારા અભિનંદન સાથે જઈ રહ્યા છે અને અમે તેમના ઉજ્જ્વળ ભવિષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. ક્રિસ તેનાં આ રાજીનામાને સોશિયલ મીડિયામાં ભારે લોકપ્રિયતા મળવાથી અત્યંત ખુશ છે.

 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com