180X600.jpg
May 03,2016 02:49:50 AM IST
 

એનિવર્સરી સ્પેશિયલ: જુઓ એશ-અભિના લગ્નની અનસીન તસવીરો!

Apr 20, 2013 13:41 Entertainment >
 
Bollywood,Aishwarya Rai,Abhishek Bachchan,Anniversary,Celebrate Tags:   Bollywood Aishwarya Rai Abhishek Bachchan Anniversary Celebrate comment     E-Mail     Print    
 
Viewed: 14087
Rate: 3.0
Rating:
Bookmark The Article

મુંબઇ, 20 એપ્રિલ

બોલીવુડ કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન તેના લગ્નની છઠ્ઠી એનિવર્સરી આજે મનાવી રહ્યા છે. સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના પુત્ર અભિષેક બચ્ચન અને પૂર્વ મિસ વર્લ્ડ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય 20 એપ્રિલ 2007ના રોજ લગ્નગ્રંથિથી જોડાયા હતા.

ઢાઇ અક્ષર પ્રેમ કે, કુછ ના કહો, ધૂમ 2, ઉમરાવ જાન, સરકાર રાજ અને ગુરુ જેવી ફિલ્મોમાં બંન્નેએ સાથે અભિનય કર્યો છે. બંન્નેની પ્રેમ કહાની ઘણી રસપ્રદ છે. એક સમય હતો જયારે અભિષેકના લગ્ન અભિનેત્રી કરિશ્મા કપૂર સાથે થવાના હતા તો ત્યાં જ  ઐશ્વર્યા નુ અફેર સલમાન ખાન પછી વિવેક ઓબેરોય સાથે ચાલતુ હતુ.

ઉમરાવ જાન અને ધૂમ 2 ના શૂટિંગ દરમિયાન અભિષેક અને ઐશ્વર્યાની વચ્ચે પ્રેમ સંબંધના સમાચાર આવવા લાગ્યા. જો કે હાલમાં આ સેલિબ્રિટી કપલ દોઢ વર્ષની છોકરી આરાધ્યાના ઉછેરમાં વ્યસ્ત છે. એશ્વર્યાને અત્યારે ફિલ્મોમાં આવવાનુ મન નથી. આજના દિવસને તે બંન્ને કંઇક ખાસ રીતે મનાવવાના છે. આજે એશ અને અભિ એક એવોર્ડ સમારંભમાં પણ હાજરી આપવાના છે.  



















 
Share This





 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com