May 26,2015 08:59:09 AM IST
 

ફિલ્મી સ્ટંટ હોય તેમ લોખંડની વસ્તુઓ ગળી જતી મેગ્નેટિક પુટ્ટી

Apr 20, 2013 13:47
 
Tags:   Magnetic putty Technology Iron Reaserch Strange news comment     E-Mail     Print    
 
Viewed: 4891
Rate: 5.0
Rating:
Bookmark The Article

લંડન, તા.  20

લોખંડની વસ્તુઓને પોતાના તરફ ખેંચીને ગળી જતી અનોખી મેગ્નેટિક પુટ્ટી વિકસાવવામાં આવી છે. સંશોધકોએ બનાવેલી આ પુટ્ટી જોઈએ તો પહેલી નજરે એમ જ લાગે કે હોલિવૂડની કોઈ ફિલ્મનું દૃશ્ય ચાલતું હશે અને સ્પેશિયલ ઇફેક્ટ દ્વારા આ કાળો પદાર્થ તેની આસપાસના પદાર્થોને ગળી જતો બતાવાયો હશે. આ કોઈ ફિલ્મી દૃશ્ય નથી પણ હકીકત છે. સંશોધકોએ એક એવો પદાર્થ વિકસાવ્યો છે જે લોખંડનાં સાધનો તરફ આકર્ષાય છે, તેના પર ધીરે ધીરે પકડ જમાવે છે અને પછી તેને ગળી જાય છે.

સંશોધકોએ જણાવ્યું કે આ પદાર્થને ખાસ ફિલ્મો માટે જ બનાવવામાં આવ્યો છે. આ પદાર્થ તૈયાર કરાયા બાદ તેનું હાઈડેફિનિશન રેર્કોિંડગ કરવામાં આવ્યું હતું. લગભગ પાંચથી છ કલાક ચાલેલાં રેર્કોિંડગ બાદ જ્યારે ક્લિપ રજૂ થઈ ત્યારે લોકોને ખરેખર નવાઈ લાગી હતી. પીબીએસ ડિજિટલ દ્વારા તૈયાર કરાયેલા આ વીડિયોએ લોકોમાં ખાસ્સું આકર્ષણ જમાવ્યું છે. મૂવી મેજિક સાથે કામ કરી રહેલા એક ફિલ્મ પ્રોડયુસરે આ પદાર્થની સાચી ઇફેક્ટને રજૂ કરવા માટેની તૈયારીઓ કરી લીધી છે. આ મેગ્નેટિક પુટ્ટી માત્ર એક પદાર્થ નથી, તે જૈવિક હોય તેમ ગતિ કરે છે. ખાસ કરીને તેને ચુંબકીય નિયમો લાગુ પડે છે, તે પોતાનાં લક્ષણોના આધારે લોખંડ તરફ આકર્ષાય છે અને પોતાના રસ્તામાં આવતા તમામ પદાર્થોને ગળી જાય છે.

સંશોધકે જણાવ્યું કે આ પુટ્ટી બનાવવા માટે લાખોની સંખ્યામાં માઇક્રો ફેરોમેગ્નેટિક ર્પાિટકલ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પુટ્ટી નિયોડાયમિયમ આયર્ન બેરોન મેગ્નેટ ધરાવતાં તમામ સાધનો તરફ આકર્ષાય છે. તેનાં આ આકર્ષણને કારણે જ તે ગતિ કરતી હોય તેમ લાગે છે. ઘણી વખત જો તેની પર કોઈ વસ્તુ મૂકવામાં આવે તો તે પણ પુટ્ટીમાં સમાઈ જતી લાગે છે. હકીકતમાં પુટ્ટીનું સ્વરૃપ એવું હોવાને કારણે તેમાં વસ્તુ ધસી જતી હોય અથવા તો પુટ્ટી વસ્તુને ગળી જતી હોય તેવું લાગે છે.

શું ખાસ છે પુટ્ટીમાં

આ મેગ્નેટિક પુટ્ટી સામાન્ય પુટ્ટી જેવી રીતે બને તેવી રીતે જ બનાવવામાં આવી છે, તેમાં માઇક્રો ફેરોમેગ્નેટિક ર્પાિટકલ્સનો ઉપયોગ કરાયો છે. આ ર્પાિટકલ્સ તમામ નિયોડામિયમ આયર્ન બેરોન મેગ્નેટ ધરાવતા પદાર્થો તરફ આકર્ષાય છર્, તેને કારણે આવા પદાર્થો પુટ્ટીમાં સમાઈ જાય છે. સંશોધકો જણાવે છે કે આ પુટ્ટીની રચના સામાન્ય પુટ્ટી જેવી જ છે પણ તેને અસર કરતા ચુંબકીય નિયમોના આધારે તે ગતિ કરે છે. નિયોડાયમિયમ ધરાવતા પદાર્થો જ તેનાં ક્ષેત્રમાં આવે છે. મહત્ત્વની વાત એ છે કે જો આ પુટ્ટી તમારા ટીવી સ્ક્રીન નજીક હોય તો પુટ્ટીમાં રહેલું નિયોડાયમિયમ ટીવીને નુકસાન કરી શકે છે, તે ઉપરાંત તમારા ક્રેડિટ કે ડેબિટ કાર્ડ પર રહેલી મેગ્નેટિક પટ્ટીને પણ તેનાથી નુકસાન થાય છે. સંશોધકોએ જણાવ્યું કે ફિલ્મોમાં સ્પેશિયલ ઇફેક્ટ આપવા માટે જ તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. હકીકતમાં આ પુટ્ટીનો વ્યવહારુ ઉપયોગ ઘણી તકેદારી બાદ શક્ય છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com