Oct 23,2014 04:29:28 PM IST
 

એનસીએને તાળાં લાગશે - બીસીસીઆઈનો આશ્ચર્યજનક નિર્ણય

Apr 20, 2013 15:23 Sports
 
Tags:   NCA BCCI Close Cricket India comment     E-Mail     Print    
 
Viewed: 1420
Rate: 3.0
Rating:
Bookmark The Article

બેંગલોર, તા. ૧૯

બીસીસીઆઇએ અત્યંત આશ્ચર્યજનક નિર્ણય લેતાં બેંગલોર ખાતેની નેશનલ ક્રિકેટ એકેડમીને કાયમી ધોરણે બંધ કરવા જઈ રહ્યું છે. ૧૨ એપ્રિલે ચેન્નાઈ ખાતે યોજાયેલી એનસીએ કમિટીમાં આ અંગેનો નિર્ણય લેવામાં આવ્યો હતો. રત્નાકર શેટ્ટીએ આ બેઠકમાં ૧ કલાકનું પ્રેઝન્ટેશન આપ્યું હતું. શેટ્ટીએ જેમાં એનસીએમાં કામગીરી કરી રહેલા કોચિંગ, એડમિનિસ્ટ્રેટિવ સ્ટાફને છૂટા કરવા અને માત્ર ફિઝિયો, ટ્રેઇનર્સને જાળવી રાખવા સૂચન આપ્યું હતું. શેટ્ટીનાં આ સૂચનને સ્વીકારી લેવામાં આવ્યું છે, આમ એનસીએ હવે એકેડમીને સ્થાને માત્ર રિહેબિલિટેશન-ટ્રેનિંગ સેન્ટર તરીકે જ રહેશે. મે મહિનાને અંતે એનસીએને તાળાં લાગી જશે.

કારણ શું ?

એનસીએને બંધ કરવા પાછળનું મુખ્ય કારણ કોસ્ટકટિંગ છે. એનસીએ પાછળ બીસીસીસીઆઇ દર વર્ષે ૧૬ કરોડ રૂપિયા ફાળવે છે, હવે આ સૂચનનો સ્વીકાર થયા બાદ બીસીસીઆઇને દર વર્ષે માત્ર ૧.૫થી ૨ કરોડ જ એનસીએને ફાળવવા પડશે. એનસીના ખર્ચમાં દર વર્ષે વધારો થઇ રહ્યો હતો. બીસીસીઆઇએ થોડા સમય અગાઉ એનસીએનાં વિસ્તૃતિકરણ માટે બેંગલોર બહાર ૫૦ કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી. બીસીસીઆઇએ હવે આ વિચાર પણ માંડી વાળ્યો છે.

એનસીએ પછી શું ?

અંડર-૧૯, અંડર-૧૬, અંડર-૨૫ના કેમ્પ્સ હવે માત્ર રિજનલ એકેડમીમાં ચાલશે. બીસીસીઆઇ દરેક એસોસિયેશનમાં એક એકેડમી શરૂ કરવા વિચારી રહ્યું છે. ક્રિકેટર હવે ટ્રેનિંગ નહિ પણ ફિટનેસ માટે જ એનસીએમાં આવી શકશે.

એનસીએ છે શું ?

રાજસિંહ ડુંગરપુરનાં સૂચનથી બીસીસીઆઇ દ્વારા ૨૦૦૦નાં વર્ષમાં બેંગલોર ખાતે એનસીએની સ્થાપના કરવામાં આવી હતી. કોચિંગ, ટ્રેનિંગ એનસીએનો મુખ્ય હેતુ હતો. બીસીસીઆઇએ ૨૦૦૧માં અંડર-૧૯ ક્રિકેટર્સ માટે દરેક ઝોનમાં એકેડમી શરૂ કરી હતી. સુનીલ ગાવસ્કર, કપિલદેવ, અનીલ કુંબલે એનસીએના ચેરમેન રહી ચૂક્યા છે. એનસીએમાં કોચ, સપોર્ટ સ્ટાફને પણ ટ્રેનિંગ આપી તૈયાર કરવામાં આવતા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com