Nov 24,2014 05:36:24 PM IST
 

'આઇપીએલમાં પ્રદર્શનને આધારે પગાર ચૂકવો'

Apr 20, 2013 15:31 Sports
 
Tags:   IPL 6 Sunil Gavaskar Cricket T-20 Salery Player comment     E-Mail     Print    
 
Viewed: 2396
Rate: 5.0
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, તા. ૧૯

સુનીલ ગાવસ્કરનું રસપ્રદ સૂચન

ઇન્ડિયન પ્રીમિયર લીગમાં પ્લેયર્સને તેમના પ્રદર્શનને આધારે મેચ ફીની રકમ ચૂકવવી જોઇએ તેવો સુનીલ ગાવસ્કરે મત રજૂ કર્યો છે. ગાવસ્કરે જણાવ્યું હતું કે 'આઇપીએલની આગામી સિઝનથી પ્રદર્શનને આધારે પ્લેયર્સનો કોન્ટ્રાક્ટ કરવા અંગે ફ્રેન્ચાઇઝીએ વિચારણા કરવી જોઇએ. કોઇ પ્લેયર ખૂબ જ સારો દેખાવ કરે તો તેને બેવડી મેચ ફી આપવી જોઇએ. આવી જ રીતે કોઇ સ્ટાર ખેલાડી સતત નિષ્ફળ જઇ રહ્યો હોય તો તેની મેચ ફીમાં અમુક ટકાનો કાપ મૂકાઇ જવો જોઇએ. મારા મતે આઇપીએલ એક પ્રોફેશનલ બિઝનેસ મોડેલ છે અને તેમાં પ્રદર્શનને આધારે પ્લેયર્સનો કોન્ટ્રાક્ટ કરવામાં કંઇ જ ખોટું નથી. હાલની સ્થિતિ જોતાં આઇપીએલ-૭ની હરાજી વખતે ટીમને પ્લેયર્સની ખરીદી માટે વધુ ચતુરાઇ દાખવવી પડશે એ નિશ્ચિત છે. '

દિલ્હી ડેરડેવિલ્સના કંગાળ દેખાવ વિષે ગાવસ્કરે જણાવ્યું હતું કે 'દિલ્હીના પ્લેયર્સમાં જીતવાની ભૂખ જ જણાતી નથી. મોટાભાગના પ્લેયર્સ માત્ર હાજરી પૂરાવા ખાતર ગ્રાઉન્ડમાં આવી રહ્યા હોય તેમ જણાય છે. '

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com