Jul 25,2014 12:14:23 PM IST
 

Sports ગપસપ : ઉમર ગુલ ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી આઉટ

Apr 20, 2013 18:29 Sports
 
Tags:   Umar Gul Chempionship Cricket Pakistan Trofy comment     E-Mail     Print    
 
Viewed: 1273
Rate: 0
Rating:
Bookmark The Article

કરાચી : 20, એપ્રિલ

પાકિસ્તાનનો ઝડપી બોલર ઉમર ગુલ ઈજાને કારણે જૂનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી વન-ડેમાંથી ખસી ગયો છે. દક્ષિણ આફ્રિકાપ્રવાસ વખતે ગુલને જમણા ઘૂંટણે ઈજા થઇ હતી. ગુલ આવતા મહિનાની શરૃઆતમાં સર્જરી માટે મેલબોર્ન જવાનો છે.

ફૂટબોલપ્રેમીઓમાં ચેમ્પિન્સ લીગના રંગમાં

લંડન : રમતપ્રેમીઓ માટે હાલ ગોલ્ડન પિરિયડ છે એક તરફ આઇપીએલનો તો બીજી તરફ યુઇએફએ ચેમ્પિયન્સ લીગનો રોમાંચ છે. યુઇએફએ ચેમ્પિયન્સ લીગના સેમિફાઇનલના ફર્સ્ટ લેગનો ૨૩ એપ્રિલથી થશે. ૨૩ એપ્રિલે બેયર્ન મ્યુનિચ-બાર્સેલોના જ્યારે ૨૪ એપ્રિલે બોરુસિયા ડોર્ટમન્ડ-રિયલ મેડ્રિડ ટકરાશે. આ સેમિફાઇનલની ટિકિટ ગણતરીના કલાકોમાં જ ચપોચપ વેચાઇ ગઇ હતી.

 વોટ્સનનું ઉપસુકાનીપદેથી રાજીનામું

સિડની : પ્રતિષ્ઠાના જંગ સમાન 'એશિઝ' શ્રેણીને આડે ત્રણ મહિના બાકી છે ત્યારે શેન વોટ્સને ઓસ્ટ્રેલિયન ટીમના ઉપસુકાનીપદેથી રાજીનામું આપી દીધું છે. અંગત પ્રદર્શન સુધારવા માટે વોટ્સને ઉપસુકાની તરીકે રાજીનામું આપવાનું કારણ આગળ ધર્યું છે. વોટ્સને ઓક્ટોબર- ૨૦૧૦ બાદ એક પણ ટેસ્ટસદી ફટકારી નથી. આ ઉપરાંત છેલ્લે ભારતપ્રવાસમાં વોટ્સન ૧૬.૫૦ની એવરેજથી માત્ર ૯૯ રન નોંધાવી શક્યો હતો.

 નડાલ, યોકોવિચનો સેમિ.માં પ્રવેશ

મોનેકો : રફેલ નડાલે ગ્રિગોર દિમિત્રોવને ૬-૨, ૨-૬, ૬-૪થી જ્યારે ટોચના ક્રમાંકિત નોવાક યોકોવિચે જાર્કો નિમેનિનને ૬-૪, ૬-૩થી હરાવી મોનેકો માસ્ટર્સની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. મોનેકો માસ્ટર્સમાં નડાલનો આ લાગલગાટ ૪૫મો વિજય છે. સેમિફાઇનલમાં નડાલ-વિલ્ફ્રેડ સોંગા અને યોકોવિચ-ફેબિયો ફોગનિની સાથે ટકરાશે. નડાલ છેલ્લે ૨૦૦૩માં મોનેકો માસ્ટર્સમાં હાર્યો હતો.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com