Apr 18,2014 12:03:30 AM IST
ચૈત્ર વદ ૦૩ - -
 

એકાગ્રતા, તાલમેલનો ખેલ

Apr 20, 2013 18:35 Sports
 
Tags:   Gujarat Tennis Player Coching comment     E-Mail     Print    
 
Viewed: 1358
Rate: 0
Rating:
Bookmark The Article

કઇ રમતમાં કેવી રીતે કારકિર્દી બનાવાય? - પાર્ટ-૧૨ - આજની રમત : ટેબલ ટેનિસ

આપણા રાજ્યમાં ધીમી પણ મક્કમ ગતિએ લોકપ્રિયતા તરફ ડગ માડી રહેલી રમતમાં ટેબલ ટેનિસનો પણ સમાવેશ થાય છે. 'પિંગ પોંગ' તરીકે ઓળખાતી આ રમત આપણે ત્યાં ખાસ કરીને ભાવનગર, સુરત, વડોદરામાં ખૂબ જ લોકપ્રિય છે. હાલ સુરતનો હરમીત દેસાઇ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારો દેખાવ કરી રાજ્યના ગૌરવમાં વધારો કરી રહ્યો છે. ટેબલ ટેનિસ એ ખૂબ જ એકાગ્રતા માગી લેતી રમત છે. આજે આપણે ટેબલ ટેનિસની રમત વિષે માહિતી મેળવીશું.

કઇ ઉંમરથી શીખી શકાય?

ટેબલ ટેનિસના ગઢ મનાતા ચીનમાં ચાર વર્ષની ઉંમરથી જ બાળકને મિની ટેબલ ઉપર આ રમતનો કક્કો શીખવાડવામાં આવે છે. આપણે ત્યાં સાત વર્ષની ઉંમરે ટેબલ ટેનિસ શીખવાનું વધુ યોગ્ય ગણવામાં આવે છે.

કેટલી ફી હોય છે?

ટેબલ ટેનિસમાં ક્લબ, ઇન્સ્ટિટયૂટ્સને આધારે ફીનું ધોરણ બદલાતું રહે છે. ક્લબ, ઇન્સ્ટિટયૂટ્સમાં કોચિંગ, માળખાગત સવલત સારી હોય તો ફીનું ધોરણ ઊંચુ હોય તેમ પણ બની શકે છે.

કિટ માટે કેટલો ખર્ચ?

ટેબલ ટેનિસના સારી કક્ષાના રેકેટ્સની કિંમત ૬ હજારથી શરૃ થાય છે. આ ઉપરાંત આ રમત માટે વિશેષ ટી શર્ટ્સ, શૂઝ પણ ઘણાં કિંમતી આવે છે. નિષ્ણાતોને મતે નેશનલ ટૂર્નામેન્ટમાં રમો તો વર્ષ દરમિયાન બે લાખનો ખર્ચ થઇ શકે છે.

ક્યાં શીખી શકાય?

અમદાવાદ, સુરત, વડોદરા, ભાવનગર, ગાંધીધામ, રાજકોટમાં ટેબલ ટેનિસ શીખવા માટેના સેન્ટર્સ આવેલા છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com