Jul 30,2014 08:37:50 PM IST
 

સલમાન સાથે ફિલ્મને લઈ ડેઝી શાહ આશાવાદી બની

Apr 20, 2013 18:50 Entertainment > Bollywood News
 
Tags:   Bollywood Dezi shah Salman khan Gift Dabanng comment     E-Mail     Print    
 
Viewed: 3319
Rate: 0
Rating:
Bookmark The Article

20 એપ્રિલ

સલમાન ખાન બોલિવૂડમાં જેનો પણ હાથ પકડી લે છે તે કલાકાર માટે લોટરી લાગી જાય છે. સલમાન ખાન તરફથી ખૂબ ગિફ્ટો મળે છે. સાથે સાથે કેરિયરમાં ગ્રાફ પણ ઝડપથી વધે છે. સોનાક્ષી સિંહાને દબંગ માટે જ્યારે લેવામાં આવી હતી ત્યારે સલમાને માત્ર એક્ટીંગની ટિપ્સ જ આપી ન હતી બલ્કે સોનાક્ષીને ફિટ રહેવા અને વજન ઘટાડવામાં પણ મદદ કરી હતી. બંનેએ સાથે જોગીંગ અને સાઈકલીંગ કરવામાં પણ રસ લીધો હતો. શૂટિંગ બાદ કિલોમીટર સુધી બંને ફરવા જતા રહેતા હતા. સલમાન ખાને જ સોનાક્ષીની ડાઈટીંગ માટેની યાદી પણ બનાવી આપી હતી. આના કારણે સોનાક્ષીને વજન ઘટાડવામાં ખૂબ મદદ મળી હતી. આ તમામ બાબતોને ફરી પુનરાવર્તન થઈ રહ્યું છે. હવે ડેઝીશાહ નામની અભિનેત્રી સલમાન સાથે મેન્ટલ નામની ફિલ્મમાં કામ કરી રહી છે. આ અગાઉ તે બ્લડી ઇશ્કમાં એક ગીત રજૂ કરી ચૂકી છે. ડેઝીની વય સલમાન કરતા અડધી છે. ફિલ્મ સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે બંને વચ્ચે ખૂબ સારી મિત્રતા જોવા મળી રહી છે. શૂટિંગ બાદ પણ બંને ઘણો સમય સાથે ગાળી રહ્યા છે. ડેઝીની કેરિયરમાં હવે ઝડપથી તેજી આવે તેમ માનવામાં આવે છે. એમ લાગે છે કે બોલિવૂડને સલમાન ખાન વધુ એક અભિનેત્રી આપવાની તૈયારીમાં છે. કેટરીના કૈફ, ઝરીન ખાન, સોનાક્ષી અને હવે ડેઝીશાહ નામની અભિનેત્રી સલમાનના કારણે બોલિવૂડમાં મજબૂતી તરફ વધી રહી છે. આવનાર દિવસોમાં આ અભિનેત્રી લોકોને તેની એક્ટીંગ મારફતે પ્રભાવિત કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. સલમાનને ટેકો મળતા અન્ય નિર્માતા પણ તેની તરફ આર્કિષત થયા છે.

 
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com