Jul 29,2014 06:02:11 AM IST
 

રાજસ્થાની ફ્યુઝનના રંગે રંગાયું : RENASCENT

Apr 20, 2013 22:20 Supplements > City Life
 
comment     E-Mail     Print    
 
Viewed: 537
Rate: 4.7
Rating:
Bookmark The Article

અમદાવાદ : ૨૦ એપ્રિલ ૨૦૧૩

વિદ્યાર્થીઓએ સિંગિગ, ડાન્સિંગ, માઇમ જેવી કલ્ચરલ એક્ટિવિટીમાં ભાગ લઇ પોતાની ટેલેન્ટ દર્શાવી હતીઃ રાજસ્થાની ફોક અને સંપ ત્યાં જંપ જેવા સબ્જેક્ટ પર રજૂ થયું માઇમઃ એલ્યુમનિ સ્ટુડન્ટ્સે જૂની યાદો તાજી કરી 

'સંદેશ' અને 'સંદેશ ન્યૂઝ'ના સહયોગથી એસ.કે.પટેલ ઇન્સ્ટિટયૂટ ઓફ મેનેજમેન્ટ અને કમ્પ્યૂટર સ્ટડીઝ, એમસીએ ડિપાર્ટમેન્ટ ગાંધીનગરમાં ઇઈગ્દછજીઝ્રઈગ્દ્-૨૦૧૩ નું સેલિબ્રેશન કરવામાં આવી રહ્યું છે. જેમાં બીજા દિવસે સવારે ૧૦:૦૦ વાગ્યે એલ્યુમિન મીટની સાથે ઇન્ડસ્ટ્રી મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એલ્યુમિન દ્વારા પોતાના કોલેજના દિવસોને યાદ કરવામાં આવ્યા હતા. સાથે જ તેમણે પોતે જે ઇન્ડસ્ટ્રીઝમાંથી આવ્યા હતા ત્યાં અત્યારે કેવા પ્રકારનું વાતાવરણ છે, ફ્યૂચર માટે કેવી તકો છે વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્ટુડન્ટસ દ્વારા કલ્ચરલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગ્રૂપ ડાન્સ, સોલો ડાન્સ, ફેશન શો, સિંગિંગ કોમ્પિટિશન, માઇમ વગેરે સ્ટુડન્ટ્સ દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. માઇમમાં એકતા અને સંપની થીમ પર વાત રજુ કરવામાં આવી હતી. જેમાં એક પથ્થરને અલગ અલગ લોકો કેવી રીતે જુએ છે તે દર્શાવવામાં આવ્યું હતું. સિંગિંગ કોમ્પિટિશનમાં સ્ટુડન્ટ્સે બોલિવૂડ હિન્દી સોંગ્સ અને ડાન્સમાં રાજસ્થાની ફ્યુઝન રજૂ કરવામાં આવ્યું હતું. ફોક ડાન્સ પર સ્ટુડન્ટ્સે પોતાના પરંપરાગત લોકનૃત્ય પર પર્ફોમન્સ રજૂ કર્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
Columns/Editorial
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com