180X600.jpg
Jun 30,2016 05:36:16 PM IST
 

જિલ્લામાં કંઈ ન ઉકાળ્યું એ વી. પી. પટેલ શહેરનું શું ખાક્ ભલુ કરશે

Apr 21, 2013 01:11 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 483
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા. ૨૦

ભાવનગર જિલ્લા કલેકટર વી. પી. પટેલે સામાન્ય કાળ દરમિયાન તો જિલ્લામાં કોઈ નોંધપાત્ર કહી શકાય તેવા કામો કર્યા નહીં પરંતુ અછત જેવી કપરી પરિસ્થિતિમાં પણ ગામડાઓને પાણી આપવાનું, માલધારીઓને ઘાસ વિતરણનું, પશુઓ માટે કેટલ કેમ્પ ખોલવાનું તેમજ અછતના કારણે બેરોજગાર બનેલા અને જેઓના પરિવારોની તાવડી ટેકો લઈ ગઈ છે તેવા ખેત-મજૂરો માટે રાહત કામો ખોલવા સહિતના કોઈપણ જાતના નક્કર આયોજન વિના માત્ર અછત- સમીક્ષાના નામે મીટીંગો ભર્યે રાખી ઈટીંગ અને લોકોની સાથે ચીટીંગ જ કર્યાનો બળાપો સર્વત્રથી વ્યક્ત થઈ રહ્યો છે.

ભાવનગર જિલ્લાના ૮૨૪ ગામો પૈકી સરકારે ૬૨૯ ગામડાં અર્ધઅછત અને ૪૧ ગામોને બિલકુલ અછતગ્રસ્ત જાહેર કર્યાને દોઢ-દોઢ માસ જેવો ખાસ્સો સમય વીતવા છતાં જિલ્લા કલેકટર કશું ઉકાળી ન શકે પ્રજાની તેનાથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે ? તેવો પ્રશ્ન સૌ કરી રહ્યા છે. અછત જાહેર થયાના આટલા દિવસો પણી પણ આજની તારીખે જિલ્લાના ૪૦ ટકા ગામો એવા છે કે જ્યાં ત્રણથી-ચાર દિવસે પણ નિયમિત પાણી મળતુ ન હોય અને કદાચ મળે છે તો પૂરા પ્રેસરથી મળતુ નહીં હોવાના કારણે આ ગામડાંના લોકો અને પશુધન પાણી વિના ટળવળે છે. વિધાનસભાની ૨૦૦૪ની ચૂંટણી પૂર્વે મુખ્યમંત્રીએ કાઢેલી રાજ્યની યાત્રામાં મોદીએ એક સૂત્ર આપ્યું હતું 'નર્મદે સર્વ દે' દરેક સ્થળે સભા પૂરી થયા બાદ તે આ સૂત્ર પોકારાવતા પરંતુ દસ વર્ષ બાદ પણ સરકારે નર્મદાની કેનાલના નેટવર્કની પૂર્તતા કરી નથી અને ભાવનગર જિલ્લાના ૪૯૪ ગામોને દુષ્કાળના આ કપરા કાળમાં પણ નર્મદાનું ચાંગળું પાણી મળતું હોવા છતાં કલેકટર વી. પી. પટેલ આ ગામો માટે પાણીનું કોઈ નક્કર આયોજન કરી શક્યા નથી. આ ઉપરાંત ૨૬૭ ગામો એવા છે કે જેની આર્િથક સ્થિતિ નબળી હોવાના કારણે કે અન્ય કોઈ કારણસર નર્મદાના પાણી મેળવી શકે તેમ ન હોવા છતાં આ ગામો માટે પણ જિલ્લા કલેકટર કોઈ આયોજન કરી શક્યા નથી. સંભવિત અછતમાં આવતા એટલે કે હવે પછી જ્યાં પાણી, ઘાસચારાની અને રોજીની જરૃર પડવાની છે એવા ૨૮૪ ગામોની યાદી બનાવાઈ છે પરંતુ તેના માટે પણ ભવિષ્યનું કોઈ આયોજન કલેકટર દ્વારા વિચારાયું નથી.

તળાજા અને શિહોર તેમજ ભાવનગર તાલુકાના ભાલ પંથકના ગામોના માલધારીઓ પાણી અને ઘાસચારાના અભાવે પોતાના પરિવારના સભ્યો સમા વ્હાલસોયા પશુઓને કચવાતા મને તરછોડી રહ્યા છે તેમ છતાં કલેકટર તંત્ર હજુ તંદ્રામાં છે અને ઘાસચારાની હજુ પશુપાલકો તરફથી ક્યાંયથી ઘાસની માગણી થઈ નથી તેમ કહી ગામડાઓમાં ઘાસ ડેપો ખોલવાનું ટાળી રહ્યું છે જ્યારે બીજી તરફ અખબારોમાં ઠેર ઠેરથી પાણી અને ઘાસચારા માટેના કકળાટના અહેવાલો આ નિંભર તંત્ર ધ્યાન પર લેતું હોવાનું જણાતું નથી.

બદલી પામેલા કલેકટર વી. પી. પટેલે દાખવેલી આ બિન-કાર્યક્ષમતાનો સઘળો ભાર નવનિયુક્ત કલેકટર પ્રવીણ સોલંકીએ નવેસરથી જ ઉપાડવો પડશે અને નવેસરથી એકડો ઘૂંટવો પડશે તેમાં કોઈ મીનમેખ નથી.

 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com