180X600.jpg
Jul 23,2016 08:33:15 PM IST
 

વા-ઝડી સાથેના વરસાદથી શહેર-જિલ્લામાં ૮૦થી વધુ વૃક્ષો ધરાશાયી

Apr 21, 2013 01:12 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 331
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર તા. ર૦

ભાવનગર શહેર અને જિલ્લામાં આજરોજ વાઝડી સાથે ધોધમાર કમોસમી વરસાદ પડયો હતો જેના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા હતાં. તોફાની પવન અને વરસાદના કારણે અનેક બેનર, ર્હોિંડગ્સ તૂટી પડયા હતાં. ચાર જેટલી કાર વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી. આ ઉપરાંત અમુક મકાન અને દુકાનના પતરાં હવામાં પોસ્ટકાર્ડ માફક ઉડતાં લોકોના શ્વાસ અધ્ધર ચડી ગયા હતા.

ચૈત્ર માસમાં ચોમાસુ બેસી ગયું હોય તેમ આજે શનિવારે ગોહિલવાડમાં ત્રીજા દિવસે વાદળાંની ગડગડાટી સાથે અષાઢી માહોલ જેવું વાતાવરણ જામ્યું હતું. જોરદાર તોફાની પવન સાથે ધોધમાર વરસાદ પડયો હતો. સુસવાટા મારતો પવન ફુકાતા અને જોરદાર વરસાદ પડતા શહેરના ઘોઘાસર્કલ, કાળીયાબીડ, વાઘાવાડી રોડ, કુંભારવાડા, મહિલા કોલેજ, ઘોઘા રોડ, આરટીઓ રોડ, કરચલીયા પરા, બજાર વિસ્તાર, શીશુવીહાર, તળાજા જકાતનાકા સહિતના વિસ્તારોમાં આશરે ૪૦ જેટલા વૃક્ષો જમીન દોસ્ત થઈ ગયા હતાં. આ ઉપરાંત જિલ્લાના તળાજા, અલંગ, ત્રાપજ, મહુવા, પાલિતાણા, બોટાદ, વલભીપુર, સિહોર, વરતેજ, ઘોઘા સહિતના પંથકમાં પણ ૩પ થી ૪૦ વૃક્ષો પડી ગયા હતા તેમ સુત્રો પાસેથી જાણવા મળેલ છે.

તોફાની પવન અને વરસાદના કારણે શહેર-જિલ્લામાં જાહેરાતના અનેક બેનર, ર્હોિંડગ્સ તૂટી પડયા હતાં. આ ઉપરાંત શહેરમાં ચાર કાર વૃક્ષ નીચે દબાઈ ગઈ હતી. નિર્મળનગરમાં વૃક્ષ પડતા એક ઘરની દીવાલ પડી ગઈ હતી અને ઘોઘા રોડ પર તેમજ કુંભારવાડામાં બે મકાન તૂટી પડયા હતા પરંતુ સદ્નસીબે કોઈ જાનહાની થઈ ન હતી. વાવાઝોડા સાથે વરસાદ થતા શહેર અને જિલ્લામાં તારાજી સર્જાઈ હતી. જશોનાથ સર્કલ નજીક ઝાડ તૂટી પડાતાં વાહન વ્યવહાર એકમાર્ગી બની ગયો હતો. તોફાની પવન સાથેના વરસાદના કારણે વૃક્ષો બેન્ડ વળી જતા હતા તેમજ વરસાદ પૂર્વે ફૂંકાયેલી આંધીના કારણે રાહદારીઓ અને ટુ-વ્હીલર ચાલકો માટે રસતા પર ચાલવું મુશ્કેલ બન્યું હતું.

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com