Jul 23,2014 06:46:03 AM IST
 

કૂવામાંથી મોટી રાજસ્થળીના પૂજારીનો મૃતદેહ મળ્યો

Apr 21, 2013 01:13 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 284
Rate: 0
Rating:
Bookmark The Article

(સંદેશ બ્યુરો)    પાલિતાણા,તા.ર૦

પાલિતાણા તાલુકાના મોટી રાજસ્થળી ગામે આવેલ રામજી મંદિરનાં પૂજારી થોડા દિવસ પૂર્વે સત્સંગમાં જવાનું કહીં ઘરે નીકળ્યા બાદ આજે શનિવારે તેમનો કોહવાયેલ મૃતદેહ ગામની સીમમાં આવેલ વાડીના કૂવામાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી. જો કે આ ઘટના અંગે મૃતકના પરિવારજનોએ પોલીસને એવું જણાવ્યુ હતુ કે, પૂજારીની દીકરીના બે વખત લગ્ન વિચ્છેદ થતાં તેની ચિંતામાં અંતિમ પગલુ ભર્યુ હતુ.

પ્રાપ્ત વિગત મુજબ પાલિતાણાના મોટી રાજસ્થળી ગામે રહેતા અને તેજ ગામમાં આવેલ રામજી મંદિરમાં પૂજારી તરીકે સેવા બજાવતા તુલસીદાસ ભીખારામ દેવમૂરારી (ઉ.વ.પ૬) ત્રણ-ચાર દિવસ પૂર્વે ઘરેથી સત્સંગમાં જવાનું કહીંને નીકળ્યા હતા. દરમ્યાનમાં ગઈકાલ સુધી તેઓ પરત ન ફરતા પરિવારજનોએ શોઘખોળ હાથ ધરી હતી. જેમાં સવારે ૯-૪પ કલાકના સમયમાં ગામની સીમમાં આવેલ કલ્યાણભાઈ પટેલની વાડીના ૯૦ ફુટ ઉંડા કૂવામાં એક માનવ મૃતદેહ પડયો હોવાની જાણ થતાં પોલીસ અને ફાયર બ્રિગ્રેડનો સ્ટાફ તુરંત સ્થળ દોડી આવ્યો હતો અને કલાકોની જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરતા લાશ મંદિરના પૂજારીની હોવાનું ખુલવા પામ્યું હતું.

આ ઘટના અંગે વધુ તપાસ હાથ ધરતા મૃતકના પરિવારજનોએ પાલિતાણા પોલીસમાં જણાવ્યુ હતુ કે, તુલશીદાસ દેવમૂરારીની દીકરી ભગવતીના બે વખત લગ્ન થયા હોય, પરંતુ તેણીના બંને છુટાછેડા થઈ જતાં તેઓ વ્યથીત થઈ ગયા હતા અને જેના કારણે તેઓએ કૂવામાં ઝંપ લાવી આપઘાત વ્હોરી લીધો હતો. બનાવ અંગેની વધુ તપાસ સાંઘે હાથ ધરી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com