Apr 21,2014 12:34:20 PM IST
 

રેલવે સ્ટેશનમાં ગોઠણડૂબથી વધુ પાણી ભરાતા યાત્રિકો પરેશાન

Apr 21, 2013 01:13 Gujarat > Bhavnagar
 
comment     E-Mail     Print    
 
Viewed: 233
Rate: 0
Rating:
Bookmark The Article

ભાવનગર, તા.૨૦

 અપર એર સાયક્લોનિક સરક્યુલેશનો ઉદ્દભવ થતા વાતાવરણમાં આવેલા પરિવર્તનને લીધે આજે બપોરના ચાર કલાકે ભાવનગર શહેરમાં ત્રણ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબતા પાણીની રેલમછેલ થવા પામી હતી.આજે શહેરમાં ત્રણ ઈંચ જેટલો કમોસમી વરસાદ ખાબતા શહેરના રેલવે સ્ટેશનમાં ગોઠણડૂબથી વધુ પાણી ભરાયા હતા.વરસાદ રહી ગયા બાદ બે કલાક બાદ પાણીનો નિકાલ થવા પામ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યુ હતું. આ અંગે સુમાહિતગાર સૂત્રોના જણાવ્યા અનુસાર,અપર એર સાયકલોનિક સરક્યુલેશન ક્રિએટ થતા આજે બપોરના મિનિ વાવાઝોડા સાથે પડેલા કમોસમી વરસાદથી ભાવનર શહેરના નીચાણવાળા વિસ્તારમાં ગોઠણડુબથી વધુ પાણી ભરાયા હતા.૪૫ મિનિટના ટૂંકા ગાળામાં ત્રણ ઈંચ જેટલો વરસાદ પડવાની સાથે જ ભાવનગરના રેલવે સ્ટેશનમાં ગોઠણડૂબથી વધુ પાણી ભરાઈ જતા યાત્રિકોને રેલવે સ્ટેશનમાંથી બહાર નિકળવામાં મુસીબતોનો સામનો કરવો પડયો હતો.સાથોસાથ હેરાનગતિ વેઠવી પડી હતી.પાણી ભરાવાના લીધે રેલવે સ્ટેશનના મેદાનમાં પાણી ભરાઈ જવાને લીધે દ્વિ-ચક્રીય વાહનો બંધ પડી ગયા હોવાનો યાત્રિકો કકળાટ વ્યક્ત કર્યો હતો.રેલવે સ્ટેશનના મેદાનમાં એટલુ બધુ પાણી ભરાઈ ગયુ હતું કે, બે કલાક બાદ છેક પાણીનો નિકાલ થવા પામ્યો હતો.અર્થાત એકદમ ધીમી ગતિએ પાણીનો નિકાલ થતા યાત્રિકો તોબા પોકારી ગયા હતા. બપોરે બાદ જામેલા વરસાદી માહોલને લીધે ભાવનગર રેલવે સ્ટેશનમાં પણ પલભર માટે અફડા-તફડી મચી જવા પામી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com