180X600.jpg
Sep 02,2015 06:17:22 PM IST
 

તુલસી એન્કાઉન્ટર પહેલાં CMOથી થયેલા ફોન કોલ્સની તપાસની માગ

Apr 21, 2013 02:16 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1263
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ,તા.૨૦

શોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસ એક જ હોવા અંગેના સુપ્રીમકોર્ટના તારણ બાદ શોહરાબુદ્દીનના ભાઇ રૂબાબુદ્દીને સીબીઆઇના ડાયરેકટર અને તપાસનીશ અધિકારીને ઉદ્દેશીને અરજી કરી સીઆરપીસીની કલમ-૧૭૩(૮) હેઠળ તુલસી એન્કાઉન્ટર પહેલાં સીએમ ઓફિસથી થયેલા ૭૪ ફોન કોલ્સના મુદ્દે વધુ તપાસની માગણી કરી છે. રૂબાબુદ્દીને અરજીમાં એવો ગંભીર આક્ષેપ કર્યો છે કે, સીબીઆઇએ તેની તપાસનો દોર અમિત શાહ સુધી જ સીમિત રાખ્યો હતો અને તેનાથી ઉપરના લેવલે એટલે કે, સીએમ ઓફિસ સુધી તપાસનો વ્યાપ વિસ્તાર્યો ન હતો અને તમામ ફોન કોલ્સની ડિટેલ્સ મેળવી ન હતી.

  • શોહરાબ અને તુલસી કેસ એક જ હોવાના સુપ્રીમ કોર્ટના તારણ બાદ રૂબાબુદ્દીનની સીબીઆઇમાં અરજી

રૂબાબુદ્દીન દ્વારા સીબીઆઇને ઉદ્દેશીને કરાયેલી અરજી અંગે અત્રે એક પત્રકાર પરિષદને સંબોધતા જનસંઘર્ષ મંચના સિનિયર એડવોકેટ ડો.મુકુલ સિંહાએ જણાવ્યું હતું કે, સીએમ ઓફિસ અને હોમ મીનીસ્ટ્રીનો ટેલિફોન નંબર ૦૭૯-૨૩૨૫૬૦૦૦ એ કોમન નંબર છે, તેમ જ સીએમ ઓફિસ ઓએસડી એ બંને નંબરો પરથી તા.૧-૬-૨૦૦૬થી તા.૨૦-૧-૨૦૦૭ દરમ્યાન ૭૪ જેટલા જુદા જુદા ફોન કોલ્સ થયા હતા. જેમાં મુખ્યત્વે ફોન કોલ્સ રાજકુમાર પાંડિયન અને ડી.જી.વણઝારાને થયા હતા અને તેઓના ફોન પણ ઉપરોકત નંબર પર આવ્યા હતા. તુલસી પ્રજાપતિ કે જે શોહરાબ કેસમાં મહત્વનો સાક્ષી હતો તેના એન્કાઉન્ટર પહેલાં ઉપરોકત આરોપીઓ અને સીએમ કાર્યાલય વચ્ચે ફોન કોલ્સ મારફતે વાતચીતની આપ-લે થઇ છે જે ઘણી ગંભીર અને સૂચક કહી શકાય. ઉપરોકત છ મહિનાના સમયગાળા દરમ્યાન ૭૪ જેટલા ફોન કોલ્સની ડિટેલ્સ પ્રાપ્ત થઇ હતી, જે સિંહાએ પરિષદ દરમ્યાન જાહેર કરી હતી.

તેમણે ઉમેર્યું હતું કે, શોહરાબ અને તુલસી કેસમાં એવી ઘણી બાબતો છે કે જેને સીબીઆઇને નજરઅંદાજ કરી હોય. ખાસ કરીને શોહરાબ કેસમાં આજદિન સુધી કૌશરબીની હત્યા કેવી રીતે થઇ અને કોણ તેમાં મુખ્ય ભાગ ભજવી ગયું તે હકીકત સામે આવી શકી નથી. તેમણે કૌશરબીની હત્યા કેસની ન્યાયિક તપાસની માગણી કરી હતી. સાથે સાથે શોહરાબ કેસના મહત્ત્વના સાક્ષી તુલસી એન્કાઉન્ટર પહેલાં ડી.જી.વણઝારાની બોર્ડર રેન્જ આઇજી તરીકે બદલી કરવાના ઓર્ડરમાં મુખ્યમંત્રીની સહી હતી કે કેમ અને તે બાબતે સીબીઆઇએ તપાસ કરી છે કે કેમ તે અંગે પણ માગણી ઉઠાવાઇ છે. આ સિવાય શોહરાબુદ્દીન અને તુલસી પ્રજાપતિ એન્કાઉન્ટર કેસમાં સીબીઆઇએ તમામ ફોન કોલ્સની ડિટેલ્સ મેળવી નથી, જે કેસની ન્યાયિક અને સંપૂર્ણ તપાસ માટે મેળવવી ઘણી અગત્યની છે તેથી આ તમામ ફોન કોલ્સની ડિટેલ્સ મેળવવા પણ તેમણે માગણી કરી હતી.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com