Apr 20,2015 02:32:16 AM IST
 

બિહાર ભાજપ પ્રમુખ સીપી ઠાકુર અને મોદી વચ્ચે બેઠક

Apr 21, 2013 02:16 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2708
Rate: 5.0
Rating:
Bookmark The Article

ગાંધીનગર, તા.૨૦

બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર અને તેમના પક્ષ જનતાદળ(યુ) દ્વારા એનડીએ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર સંદર્ભે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનુ નામ લીધા વગર સતત હુમલા થઈ રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસની આગેવાનીવાળી કેન્દ્રની યુપીએ સરકાર તરફથી બિહારને રૂ.૧૨,૦૦૦ કરોડના ખાસ રાહત પેકજ આપવામાં આવ્યુ છે. આ બંન્ને સ્થિતિઓ વચ્ચે ઉદ્દભવેલા સંકેતોને લઈને ભાજપ અને જનતાદળ(યુ) વચ્ચેનુ જોડાણ તુટી પડે તેવા સંજોગોની અટકળોએ વેગ પકડી છે ત્યારે બિહાર ભાજપ પ્રમુખ સી.પી. ઠાકુર શનિવારે ગાંધીનગરમાં જોવા મળ્યા હતા. બિહારના ઠાકુર અને રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે એક કલાક સુધી બંધબારણે બેઠક ચાલી હતી.

  • બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારનાં વલણ અંગે ચર્ચા થઈ
  • એનડીએમાંથી જનતાદળ(યુ)ની હકાલપટ્ટી કરવા પરામર્શ
  • બિહારમાં ભાજપની સ્થિતિ અંગે ઠાકુરે મોદીને અવગત કર્યા

એનડીએમાંથી જનતાદળ(યુ)ને પડતા મૂકવામાં આવે કે પછી જનતાદળ(યુ) જ એનડીએ સાથેની સમજૂતી તોડી દે તેવી સ્થિતિમાં બિહારમાં ભાજપની સ્થિતિ અંગે બિહાર ભાજપ પ્રદેશ પ્રમુખ સી. પી. ઠાકુરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અવગત કર્યા હતા. બિહારમાં જનતાદળ(યુ) સાથે ભાજપના ટેકાવાળી રાજ્ય સરકાર છે. છેલ્લા કેટલાક વર્ષોથી મુખ્યમંત્રી નીતિશ કુમાર તરફથી ભાજપમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે ગંભીર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. આ કારણોસર બિહારમાં ભાજપ સાથેની જોડાણવાળી રાજ્ય સરકારમાં પણ ભારે મતભેદો સપાટી પર આવ્યા છે. આવી તમામ સ્થિતિમાં નીતિશકુમાર કોંગ્રેસ સાથે જોડાણ કરે તો ? ભાજપ સાથે છેડો ફાડે તો ? અને આવનારા સમયમાં ભાજપ તરફથી વડાપ્રધાનપદ માટે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની ઉમેદવારી એનડીએમાં થાય તો ? તેવા તમામ સવાલોમાં રાજ્યની વિધાનસભા અને લોકસભા ચૂંટણીઓમાં કેવી સ્થિતિ સર્જાય અને સ્થાનિક સ્તરે ભાજપને કેટલી સફળતા મળે તે અંગે સી.પી.ઠાકુરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે ચર્ચા કરી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે, એનડીએના ઘટકપક્ષો સાથે ભાજપની બેઠક પહેલા બિહાર પ્રદેશ ભાજપ પ્રમુખ સી.પી.ઠાકુર અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે ગાંધીનગરમાં મળેલી બેઠકને રાષ્ટ્રિય સ્તરે ઘણી જ સુચક માનવામાં આવી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com