180X600.jpg
Aug 30,2015 11:19:59 AM IST
 

કરોડોના ફ્રેન્ડ્ઝ વિલે લાઇફસ્ટાઇલ ફ્લેટનું બી.યુ. પરમિશન વિના વેચાણ

Apr 21, 2013 02:16 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1490
Rate: 3.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા.૨૦

બાંધકામ ક્ષેત્રે ભારે તેજી દેખાતાં મુંબઈ, સુરત અને કચ્છ- ગાંધીધામના કેટલાંક બિલ્ડરોએ અમદાવાદના અનેક પોશ વિસ્તારોમાં ભવ્ય ફલેટો અને વેપારી સંકુલોની બહુમાળી ઈમારતો બાંધવાની યોજનાઓ મૂકીને અમદાવાદના જરૂરિયાતમંદ ગ્રાહકોને રીતસર લૂંટવાનો દોર શરૂ કર્યો છે. આ દોરમાં કચ્છના ગાંધીધામના એક અબજોપતિએ અમદાવાદના એક બિલ્ડરની ભાગીદારીમાં શહેરના પોશ વિસ્તાર લો ગાર્ડનમાં ફ્રેન્ડઝ વિલે લાઇફસ્ટાઇલ નામની આલિશાન ફલેટ બાંધવાની સ્કીમ મૂકીને ગ્રાહકોને છેતરવાનો ધંધો શરૂ કર્યો હોવાની ચોંકાવનારી માહિતી બહાર આવી છે.

  • ૧૦ માળના એક ટાવરમાં કેટલુંક બાંધકામ ગેરકાયદે, મ્યુનિ.ની નોટિસ
  • ૪ બેડરૂમના ફલેટની કિંમત રૂ.૨.૬૨ કરોડ

 લો ગાર્ડન ચિનાઈબાગ પાસે આવેલી કાફે કોફી ડે નામક કોફી શોપની સામે બંધાઈ રહેલી 'ફ્રેન્ડઝવિલે લાઇફસ્ટાઇલ' નામની દશમાળની એક બહારથી ભવ્ય પરંતુ અંદરથી પોલંપોલ જેવી ઈમારતમાં ૪ બેડરૂમની સ્કીમ મૂકાઈ છે જેના એક ફલેટની કિંમત અધધ એવી રૂ. બે કરોડ ૬૨ લાખ જેટલી છે, અતિ મોંઘાં ફલેટ ગ્રાહકોને એમ કહીને પધરાવવામાં આવી રહ્યા છે કે, અમે જે જમીન પર આ ફલેટની સ્કીમ તૈયાર કરી છે તેની એન.એ. અને એન.ઓ.સી.ની પરવાનગી અમે મેળવી લીધી છે. આ ઉપરાંત, બી.યુ. પરમિશન પણ મેળવી લીધી છે. તમે ફલેટ બુક કરાવો અને શાંતિથી ઘેર જઈને સૂઈ જાવ...

બિલ્ડરની આ ખાતરી શંકાસ્પદ લાગતા ફલેટબુક કરાવવાની ઈચ્છા ધરાવતા સુખી સમૃદ્ધ પરિવારના કેટલાંક સભ્યો મ્યુનિ.નાં ટાઉન પ્લાનિંગ ખાતામાં જઈને આ ફ્રેન્ડઝવિલે લાઇફસ્ટાઇલ સ્કીમની તપાસ કરતાં એવી ચોંકાવનારી માહિતી મળી કે, ફ્રેન્ડઝવિલે લાઇફસ્ટાઇલ સ્કીમને બી.યુ. પરમિશન હજી અપાઈ જ નથી એટલું જ નહીં, ૧૦ માળના એક ટાવર પૈકી બે નંબરના ટાવરમાં કેટલુંક બાંધકામ ગેરકાયદે જણાતાં તેને મ્યુનિ.એ નોટિસ ફટકારી છે. મ્યુનિ.ના અધિકારી પાસેથી મળેલી જાણકારી મળ્યા બાદ પોતે લૂંટાઈ રહ્યા હોવાનો ભય લાગતા એક ગ્રાહકે તાજેતરમાં ફ્રેન્ડઝવિલે લાઇફસ્ટાઇલ સ્કીમ પર સ્થળ તપાસ કરતા ફલેટનું બુકિંગ કરી રહેલી મહિલા અધિકારીએ એવો ઉત્તર વાળ્યો કે, અમારી સ્કીમને બી.યુ. પરમિશન મળી ગઈ જ છે. એ પરમિશનનો લેટર અમારા બોસના ટેબલના ખાનામાં છે. આ મહિલા અધિકારીના ઉત્તર પછી આ ગ્રાહકે મ્યુનિ. અધિકારીનો સંપર્ક કરતાં તેમણે એમ કહ્યું કે, ફ્રેન્ડઝવિલે લાઇફસ્ટાઇલને બી.યુ. પરમિશન આપી જ નથી અને આપી છે એવું જો એ કહેતા હોય તો ગ્રાહકો સાથે એ છેતરપિંડી કરી રહ્યા છે. પોતે છેતરાયા હોવાનું જણાતા અર્ ગ્રાહકે બિલ્ડરની ઓફિસે જઇ બૂમરાણ મચાવી હતી અને બુકિંગ રદ કરાવ્યું હતું. બિલ્ડરની ઓફિસમાં થયેલી તડાફડીની અન્ય સભ્યોને જાણ થતાં તેઓએ પણ બુકિંગ કેન્સલ કરાવવા માંડયા છે.

સ્કીમમાં ફ્લેટના વેચાણમાં રોકડના વ્યવહારો પર ઇન્કમટેક્સની વોચ

લો ગાર્ડન પાસેની ફ્રેન્ડઝવિલે લાઇફસ્ટાઇલ સ્કીમ એ કચ્છ- ગાંધીધામના અબજોપતિ અરવિંદ સંઘવી અને અમદાવાદના અજય મોદીની સંયુક્ત ભાગીદારીવાળી સ્કીમ છે. આ સ્કિમમાં કાળા નાણાંમાં મોટા સોદા પડાતા હોવાનું આઈટીને ધ્યાને આવ્યું હોવાનું જાણવા મળે છે. આ સ્કિમનાં ફ્લેટના વેચાણમાં થતા રોકડાના વ્યવહારો પર ઇન્કમટેક્સ વિભાગની પણ ચાંપતી નજર છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com