Jul 26,2014 06:33:24 AM IST
Breaking News વડોદરાઃ વડોદરાના આજવા સરોવરમાં પાણી ભરાવો થતા 62 દરવાજા ખોલ્યા  |  ફાયરબ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડતી થઈ  |  સુરતમાં લેન્ડમાર્ક બિલ્ડીંગમાં ફરીથી લાગી આગ
 

૯૦ કિ.મી.ની સ્પીડે કાર ચલાવતા ઉદ્યોગપતિએ પતિ-પત્નીને કચડી માર્યાં

Apr 21, 2013 02:17 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 3268
Rate: 1.0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૨૦

વડોદરાના મકરપુરા જીઆઇડીસીમાં ટેલીફોન એક્ષચેન્જ સામે આજે સવારે એક ઉદ્યોગપતિની કારે સ્કૂટી પર સવાર વૃધ્ધ દંપતિને અડફેટે લીધા હતા. જેના પગલે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા સાઇકલ પર જતા શ્રમજીવીને પણ જોરદાર ટક્ક્ર મારતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જોકે કાર ચાલકે ૧૦૮ મારફતે ત્રણેય ઇજાગ્રસ્તોને સયાજીમાં ખસેડયા હતા. પરંતુ ગંભીર પ્રકારે ઘવાયેલ પતિ-પત્નીનું સારવાર દરમ્યાન મોત થયું હતું. જે બાદ ઉદ્યોગપતિ હળવેકથી હોસ્પિટલમાંથી સરકી ગયા હતા. બાદમાં માંજલપુર પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે. જાંબુવા વુડાના મકાનમાં રહેતા ભીખાભાઇ અલીજી વોરા (ઉ.વ.૭૦) મૂળ પાદરા તાલુકાના મુજપુર ગામના વતની હતા. ભીખાભાઇ તેમની પત્ની ફાતમાબીબી (ઉ.વ.૬૫) સાથે રહેતા હતા. આજે સવારે ભીખાભાઇ અને ફાતમાબીબી સ્કૂટી પર કામ અર્થે ઘરેથી નિકળ્યા હતા. પોણા આઠ વાગ્યાના સમયગાળામાં વૃધ્ધ દંપતી ટેલીફોન એક્ષચેન્જ ઓફીસ સામેથી પસાર થઇ રહયું હતું. દરમ્યાન જ્યુપીટર ચાર રસ્તા તરફથી હુન્ડાઇ આઇ ટેન કારના ચાલક બિપીન દરુભાઇ દેસાઇના ગફલતભર્યા ડ્રાઇવીંગને પગલે પહેલા વોરા દંપતીના સ્કૂટીને જોરદાર ટક્ક્ર મારી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com