Apr 23,2014 11:14:15 PM IST
 

રાણીપ પાસે હિટ એન્ડ રનઃ ૧૦૦ કિ.મી. ઝડપે આવતી કારે યુવકનો ભોગ લીધો

Apr 21, 2013 02:18 Ahmedabad > Ahmedabad City
 
comment     E-Mail     Print    
 
Viewed: 1836
Rate: 0
Rating:
Bookmark The Article

અમદાવાદ :

રાણીપ પાસેથી પસાર થતાં ૧૩૨ ફુટ રિંગ રોડ પરના ટી જંકશન પાસેના બીઆરટીએસ બસ સ્ટોપ પાસે ગઇ રાત્રે એક હિટ એન્ડ રનની ઘટના બની હતી. જેમાં એક યુવકનું મોત નિપજ્યું હતું. બાપુનગરના રહેવાસી યુવક તેના પિતરાઇ ભાઇ સાથે તેમની ઘાટલોડિયા ખાતે રહેતી બહેનને મળવા જતાં હતાં. તે સમયે સો કિ.મિ.ની પૂરઝડપે આવતી એક કાર આ બાઇકને ટક્કર મારી ફરાર થઇ ગઇ હતી. ટક્કર મારતા બંને ભાઇઓ હવામાં ફંગોળાઇ જઇ રોડ પર પટકાયાં હતા. ઘટના સ્થળ પર જ એકનું મોત નિપજયં અને બીજાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. આ અંગે પોલીસને જાણ થતાં નારણપુરા પોલીસે ગુનો નોંધી ફરાર અજાણ્યા કારચાલકના શોધખોળ હાથ ધરી છે. ફરી એક નબીરાના કરતૂતે એક ના એક પૂત્રનો ભોગ લેતાં પરિવાર પર આભફાટી પડયું હતું.

બાપુનગરની અન્નાપુર્ણા સોસાયટીમાં રહેતો અભય વિક્રમભાઇ બ્રહ્મભટ્ટ (ઉં.૨૭) ઓઢવ ખાતે આવેલી ચિંતન ઇન્ડસ્ટ્રીઝના નામે દુકાન ધરાવે છે. ગઇ કાલે રાત્રે અભયની સોસાયટીમાં રહેતા તેના કાકાના દીકરા પાવન પ્રકાશભાઇ બારોટને સાથે લઇને ઘાટલોડિયા ખાતે રહેતી બહેનના ઘરે જવાં માટે નિકળ્યા હતા. રાત્રીના સાડા આઠની આસપાસ બંને ભાઇઓ રાણીપ બીઆરટીએસ બસ સ્ટોપ પાસે પોહોચ્યાં હતા. તે સમયે આશરે સો કિમીની સ્પિડે જતી એક કારે તેમને પાછળથી ટક્કર મારી હતી.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com