180X600.jpg
Jun 30,2016 03:14:59 AM IST
 

વિસ્મય શાહના જામીન સેશન્સ કોર્ટે ફગાવ્યા

Apr 21, 2013 02:18 Ahmedabad >
 
comment     E-Mail     Print    
 
Viewed: 2420
Rate: 5.0
Rating:
Bookmark The Article

અમદાવાદ, તા. ૨૦

બીએમડબલ્યૂ હિટ એન્ડ રન કેસમાં નબીરા વિસ્મય શાહની જામીન અરજી આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ બી.એલ. જાદવે આકરા વલણ સાથે ફગાવી દીધી હતી. અગાઉ ચાર્જશીટ પહેલાં આરોપી વિસ્મય શાહની જામીન અરજી નીચલી કોર્ટ અને ત્યારબાદ હાઇકોર્ટે ધરાર ફગાવી દીધી હતી અને આવા ગંભીર ગુનામાં જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો, ત્યારબાદ વિસ્મય શાહને ચાર્જશીટ ફાઇલ થવા સુધીની રાહ જોવી પડી હતી અને ચાર્જશીટ રજૂ થયા બાદ તેણે જામીન મેળવવાનો ચાન્સ લીધો હતો. જો કે, અમદાવાદ ગ્રામ્ય કોર્ટની સેશન્સ કોર્ટે આજે વિસ્મયની જામીન અરજી પરનો અનામત ચુકાદો જાહેર કરી તેને જામીન આપવાનો સાફ ઇન્કાર કરી દીધો હતો.

  • આરોપી વિરુદ્ધ પ્રથમદર્શનીય ગુનો હોઇ જામીન આપી શકાય નહીં: કોર્ટ

કોર્ટે જામીન ફગાવતાં જણાવ્યું કે, આરોપી વિરૂધ્ધ ગંભીર અને પ્રથમદર્શનીય ગુનો બનતો હોઇ તેને જામીન આપવા ન્યાયોચિત નથી. જજીસ બંગલો રોડ પર ગઇ તા. ૨૪મી ફેબ્રુઆરી, ૨૦૧૩ની રાત્રે આરોપી વિસ્મય શાહે પોતાની બીએમડબલ્યુ કાર પૂરપાટ ઝડપે હંકારી બાઇક પર જઇ રહેલા શિવમ્ અને રાહુલ નામના યુવકોને ઉડાવી દીધા હતા, જેમાં શિવમ્નું ઘટનાસ્થળે જ મોત નિપજ્યં હતું, જ્યારે રાહુલનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ કેસમાં પોલીસે વિસ્મય શાહના રિમાન્ડ માગતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા, જેની મુદત પૂરી થતાં વિસ્મય શાહને જયુડિશિયલ કસ્ટડીમાં જેલમાં મોકલી અપાયો હતો, ત્યારબાદ વિસ્મયે અનુક્રમે અમદાવાદ ગ્રામ્યની સેશન્સ કોર્ટ અને ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી કરી હતી. જો કે, બંને તબક્કે આરોપીના જામીન નામંજૂર થયા હતા.

દરમ્યાન પોલીસે આ કેસમાં તા.૧૫-૪-૨૦૧૩ના રોજ ચાર્જશીટ રજૂ કર્યું હતું, તેથી વિસ્મયે ચાર્જશીટ રજૂ થયા બાદ ફરીથી જામીન અરજી દાખલ કરી હતી, જેમાં આરોપી વિસ્મય શાહ તરફથી પોતાની વિરુદ્ધ કોઇ પ્રથમદર્શનીય ગુનો બનતો નથી અને પોલીસે પોતાને ખોટી રીતે સંડોવી દીધો હોવાનો બચાવ રજૂ કરાયો હતો. આરોપીની જામીન અરજીનો સખત વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ પ્રવીણભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, આરોપી ખૂબ જ ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલો છે. આરોપીના જામીન હાઇકોર્ટે રદ કર્યા પછી પોલીસે દાખલ કરેલા ચાર્જશીટ અને તેની જામીન અરજી રદ થઇ, એ વચ્ચે એવા કોઇ સંજોગો બદલાયા નથી જેને કારણે આરોપીને જામીન આપી શકાય. સીસીટીવી ફૂટેજ અંગે એફએસએલ અહેવાલમાં એવું સ્પષ્ટ જણાઇ આવ્યું છે કે આરોપીની કારની ઝડપ પ્રતિ કલાકના ૧૧૨ કિમીની હતી. આ કેસમાં કોનો વાંક છે તે બાબતે આ તબક્કે રજૂઆત સાંભળવી યોગ્ય નથી. મૃતકના એડવોકેટ દ્વારા એવી રજૂઆત કરાઈ કે, આ કેસમાં અનેક બાબતોની પોલીસે યોગ્ય તપાસ કરી નથી માટે પુનઃ તપાસનો આદેશ કરવો જોઇએ.

બેફામ ડ્રાઇવિંગથી નિર્દોષ યુવકોને ઉડાડવાનું કૃત્ય ગંભીર : કોર્ટ

એડિશનલ સેશન્સ જજ જાદવે આરોપીની જામીન ફગાવતા જણાવ્યું કે, બેફામ રીતે ડ્રાઇવીંગ કરી બે નિર્દોષ યુવકોને ઉડાડી મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય ઘણું ગંભીર છે. સીસીટીવી ફુટેજના એફએસએલ અહેવાલ પરથી સ્પષ્ટ થયું છે કે, આરોપીની કારની ઝડપ બનાવ વખતે ૧૧૨ કિ.મીની હતી. આ સંજોગોમાં આરોપી વિરુદ્ધ બેદરકારીથી કોઇ કૃત્ય કરીને કોઇનું મોત નિપજાવવા અંગેની કલમ-૩૦૪ (પાર્ટ-૨) લાગુ પાડવામાં આવી છે તે યોગ્ય જણાય છે. 

 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com