Oct 01,2014 11:45:10 PM IST
 

બાન્દ્રા-ભુજ ટ્રેનના પ્રસ્થાન સમયે હુંસાતુંશી

Apr 21, 2013 00:54 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 203
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.ર૦

બાન્દ્રા-ભુજ નવી શરૃ થયેલી વાતાનુકૂલિત ટ્રેનને ભુજ રેલવે સ્ટેશને લીલીઝંડી આપવા સંદર્ભેનો કાર્યક્રમ યોજાયો, ત્યારે ભાજપ-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે તુતુ-મેંમેં થઈ ગઈ હતી અને કચ્છીયતને છાજે નહીં, તેવું બેહુદુ વર્તન અને વાણી વિલાશ થતાં રેલવેના અધિકારીઓમાં સોપો પડી જવા પામ્યો હતો, જેમાં રીતસરની ગાળાગાળી કરી હોવાનો કોંગ્રેસના કાર્યકરોએ આક્ષેપ કરીને જણાવ્યું હતું કે, સાંસદે તેની ગરીમા ગીરવે મૂકી હોય તે પ્રકારનું બેહૂદુ વર્તન કર્યું હતું, તો બીજી બાજુ કોંગ્રેસ પાસે જો કોઈ આધાર-પુરાવા હોય, તો મારી પાસે રજૂ કરવાનો પડકાર પૂનમબેન જાટે કર્યો હતો.

શુક્રવારના મુંબઈ રેલવે સ્ટેશને બાન્દ્રા-ભુજ એસી ટ્રેનને કચ્છીજનોની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે લીલીઝંડી આપ્યા બાદ આજે સવારે નિર્ધારિત સમય કરતાં દોઢ કલાક મોડી ભુજ રેલવે સ્ટેશન આવેલી નવી ટ્રેનનું ઢોલ-નગારા સાથે રેલવે વિસ્તરણ અને કચ્છ પેસેન્જર્સ એસોસિયેશન તથા રેલવે બોર્ડના સ્થાનિક સભ્યો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ટ્રેનને બપોરના બાન્દ્રા તરફ પ્રસ્થાન કરાવવાનો કાર્યક્રમ ભુજ રેલવે સ્ટેશન ખાતે યોજાયો હતો, ત્યારે યોજાયેલા નાનકડા કાર્યક્રમમાં સાંસદ પૂનમબેન જાટે જણાવ્યું હતું કે, મારા પ્રયાસોથી બાન્દ્રા-ભુજ નવી ટ્રેન ચાલુ થઈ છે, જેમાં કોંગ્રેસ ખોટો જશ ખાટે છે. જો કોંગ્રેસમાં તાકાત હોય તો ત્રણ દિવસના બદલે છ દિવસ ટ્રેન દોડે તેવી મંજૂરી રેલવે મંત્રી પાસેથી લઈ આવે તેમજ મારા ચૂંટાયા પછી કચ્છની જનતાને ર૦ નવી ટ્રેનો આપી હોવાનું તેમણે જણાવતાં ઉપસ્થિત રેલવે બોર્ડના સભ્ય અને કોંગ્રેસનાકાર્યકર રવિ ત્રવાડી, નગરપાલિકાના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, કચ્છ જિલ્લા મહિલા કોંગ્રેસના પ્રમુખ કલ્પના બી. જોષી તેમજ કાઉન્સિલરો, કાર્યકરોએ પ્રોગ્રામ પૂરો થયો, ત્યારે સાંસદને રજૂઆત કરી કે, કોંગ્રેસને તમે કેમ ગાળો ભાંડો છો, તેમ કહેતાં સાંસદ અને તેમના પતિદેવે ઉશ્કેરાઈને મહિલાઓના કાંડા પકડીને ફાવે તેમ વાણી વિલાશ કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને એક તબક્કે શેરીમાં ઝઘડતા હોય, તેવું વાતાવરણ ઊભુ થતાં કચ્છના રાજકારણમાં ન શોભે તેવું વર્તન થતાં ઉપસ્થિત અનેક લોકો આવા દૃશ્ય જોઈને અવાચક બની ગયા હતા.

 આ અંગે સાંસદ પૂનમબેન જાટે ખુલાસો કરતાં જણાવ્યું હતું કે, આવું કોઈ બેહૂદુ વર્તન મારા તરફથી કરવામાં આવ્યું નથી. જો કોંગ્રેસના કાર્યકરો પાસે કોઈ આધાર-પુરાવા હોય, તો રજૂ કરવાનો પડકાર પણ તેમણે ફેંકયો હતો. જો કે, ઉપસ્થિત અન્ય લોકોએ સાંસદ અને રેલવેના અધિકારીઓની ઉપસ્થિતિ વચ્ચે ગાળા ગાળી થઈ હોવાની વાતને સમર્થન આપ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com