Oct 01,2014 03:42:26 PM IST
 

પૂર્વ કચ્છમાં હવામાન પુનઃ પલટાયું વરસાદી ઝાપટાંથી માર્ગો ભીંજાયા

Apr 21, 2013 00:55 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 260
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૨૦

સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસથી વાતાવરણમાં અચાનક પલટો આવી જવાના કારણે ભરઉનાળે વરસાદ ખાબક્યો હતો. જેની અસરનાં ભાગરૃપે ગુરૃવારનાં પૂર્વ કચ્છનાં રાપર તેમજ ભચાઉ તાલુકાના કેટલાક ગામોમાં વરસાદ પડયો હતો. એક દિવસનાં વિરામ બાદ આજે ફરીથી વાતાવરણ પલટાતાં પુનઃ વરસાદ પડયો હતો. કેટલાક વિસ્તારોમાં પવનના સૂસવાટા સાથે ધૂળની ડમરી પણ ઉડી હતી. જેનાં કારણે લોકો બેરહાલ બન્યા હતા.

રાપરમાં ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાતાં લોકોને અચરજ થયું હતું કે, કુદરત આગળ માનવીના હાથ હેઠા પડયા છે. ગ્લોબલ ર્વોિંમગનાં કારણે છેલ્લા ૪ દિવસથી વાગડમાં મેઘરાજાએ જાણે રૌદ્રરૃપ ધારણ કર્યું હોય તેમ આજે ચોબારી, સુવઇ, જેસડા તેમજ ખડિરના અનેક વિસ્તારોમાં વાવાઝોડું ફુંકાયું હતું. જેના કારણે મકાનોનાં નળિયા ઉડી ગયા હતા, તો અડધાથી પોણા ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જેના પગલે રતનપર, ગઢડા, કલ્યાણપર, ધોળાવીરામાં પાણી વહી નીકળ્યા હતા. ચોબારી પંથકમાં પણ વરસાદ સાથે કરા પડયા હતા. રાપર શહેરમાં સાંજે ૪ વાગ્યા બાદ વાદળછાયા વાતાવરણ સર્જાયું હતું, પરંતુ વરસાદ પડયો ન હતો.જો કે, ધૂળનું સામ્રાજ્ય ફેલાતાં લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો અનેક સ્થળોએ હોર્ડિંગ્સ પડી ગયા હતા.વાહનચાલકોએ લાઇટ ચાલુ રાખીને વાહન ચલાવવા પડી રહ્યા હતા. ભરઉનાળે વરસાદ થતાં લોકોએ ગરમીમાંથી મોટી રાહત અનુભવી હતી.

ભચાઉમાં પણ સાંજે પવનના વંટોળ સાથે વરસાદી ઝાપટું પડયું હતું. જેનાં પગલે લોકોમાં ભાગદોડ મચી જવા પામી હતી. વરસાદથી ભીંજાવાના બદલે લોકો ઘરમાં કે દુકાનોમાં ચાલ્યા ગયા હતા.

ધમડકામાં પણ સાંજે સાડા ચાર વાગ્યાના અરસામાં વાતાવરણ અચાનક પલટાતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. માટીના રજકણનાં કારણે અંધારૃં છવાઇ ગયું હતું. જેનાં કારણે લોકોમાં કુતુહલ સર્જાયું હતું. વયોવૃદ્ધ લોકો વરસાદની

પૂર્વ કચ્છમા આગાહી કરવા લાગી ગયા હતા. પશુઓ પણ આમતેમ દોડવા લાગી ગયા હતા. અંધકારભર્યા વાતાવરણ તેમજ વાવાઝોડાની દહેશતને પગલે લોકોમાં ભય પણ ફેલાઇ જવા પામ્યો હતો.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com