Aug 01,2014 09:14:33 AM IST
 

ભચાઉના સંગમનેર ગામે યુવાન પર વીજળી ત્રાટકતાં કરૃણ મોત

Apr 21, 2013 00:55 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 264
Rate: 0
Rating:
Bookmark The Article

ગાંધીધામ, તા.૨૦

ભચાઉ તાલુકાના સંગમનેરમાં આજે સાંજનાં અરસામાં યુવાન મોબાઇલ પર વાત કરતો હતો, ત્યારે અચાનક ગાજવીજ સાથે કમોસમી વરસાદી ઝાપટાં શરૃ થઇ ગયા હતા અને જોતજોતામાં યુવાનનો મોબાઇલ ફોન ફાટતાં તેમનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. મોબાઇલ ફોન ફાટવાથી આસપાસમાં રહેલા અન્ય બે વ્યક્તિને નાની-મોટી ઇજાઓ થવા પામી હતી.

પ્રાપ્ત વિગતો પ્રમાણે ભચાઉ તાલુકાના સંગમનેર(સુખપર) ગામે રહેતા રમેશ મોહન સથવારા(ઉ.વ. ૨૦) કે જેઓ સાંજે ૫ઃ૩૦ વાગ્યાના અરસામાં ગામના ચોરા પાસે ઊભા હતા, ત્યારે અચાનક તેમની પાસે રહેલા ટચસ્ક્રીન મોબાઇલ ફોન પર રિંગ રણકી ઉઠી હતી, ત્યારબાદ યુવાને ફોન રીસિવ કરીને વાત શરૃ કરી હતી.

યુવાનના ચાલુ મોબાઇલ ફોન દરમિયાન આભમાં વીજળીના કડાકા-ભડાકા શરૃ થઇ ગયા હતા અને છૂટા છવાયા ઝાપટાં વરસાદરૃપી ખાબકી પડયા હતા, ત્યારે અચાનક પ્રચંડ ધડાકા સાથે યુવાનનો મોબાઇલ ફોન ફાટયો હતો. જેનાં પગલે આસપાસમાં રહેલા લોકોને પણ ક્ષણભર તો કાંઇ જ સમજાયું ન હતું, પરંતુ ચાલુ ફોને ત્રાટકેલી વીજળીએ યુવાનનો જીવ લઇ લીધો હતો, તો વળી ઘટના દરમિયાન બાજુમાં ઊભેલા રામદેવસિંહ ભીમસિંહ જાડેજા અને કિરણ પટેલને પણ ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ થતાં ભચાઉની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, પરંતુ યુવાનના મોત અંગે મોબાઇલ ફોનનો બ્લાસ્ટ કે વીજળી બેમાંથી કોણ જવાબદાર છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com