Nov 01,2014 05:05:17 AM IST
 

વધુ એક લક્ઝરી જનાક્રોશના લીધે આગમાં ભસ્મિભૂત થઇ

Apr 21, 2013 00:56 Gujarat > Bhuj
 
comment     E-Mail     Print    
 
Viewed: 248
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા. ૨૦

કચ્છના ધોરી માર્ગો પર અવારનવાર બનતા ગમખ્વાર અકસ્માતોના લીધે અમૂલ્ય જિંદગીનો ભોગ લેવાઇ રહ્યો છે, જેમાં લોકોનો ગુસ્સો હવે સાતમાં આસમાને છે. નખત્રાણા પાસે બનેલા બસ સળગાવી નાખવાના બનાવ બાદ માધાપર પાસે પણ એક લક્ઝરીને લોકોએ આગ ચાંપી દીધી હતી, જેમાં લક્ઝરી હડફેટે એક રાહદારીનું અકસ્માતમાં મોત નીપજતાં લોકો વિફર્યા હતા. ઘટનાસ્થળે પોલીસને પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

મળતી વિગતો અનુસાર તા.૨૦-૪-૨૦૧૩ના ભુજથી ગાંધીધામ તરફ જતી સાહિલ લક્ઝરી મિનિબસ નં. જીજે ૬ઝેડ ૩૭૫૬ સાથે માધાપર પાસેના પેટ્રોલપંપ પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક રોડ ક્રોસ કરતા આધેડને હડફેટે લેતા ગંભીર ઇજાઓના લીધે ઘટના સ્થળેજ મોત નીપજ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે મોતને ભેટનાર શખસ ગડાનો રહેવાસી નામ મેઘાભાઇ વંકા રબારી(ઉ.વ. ૫૫) જેનું અકસ્માતમાં સારવાર મળે તે પહેલા જ ગંભીર હાલતમાં મૃત્યુ નીપજ્યું હતું. સાથે અકસ્માતમાં સામી બાજુ ભુજોડીથી માધાપર આવતી મોટરસાઈકલ નં. જીજે૧૨ બીએમ ૧૯૧૩ને પણ ટક્કર મારતા બાઇક પર સવાર માધાપરના રહેવાસી મનજી રાયશી મહેશ્વરી(ઉ.વ.૩૦) તથા ગોવિંદ નંદરામ મહેર(ઉ.વ. ૨૬)ને ફ્રેક્ચર સહિતની ઇજા પહોંચતા ૧૦૮ની મદદથી તાત્કાલિક ભુજની જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની ગંભીરતા જોઇને લક્ઝરીનો ડ્રાઇવર નાસી છુટયો હતો, જેની વિરૃદ્ધ પોલીસે મનજી રાયશી મહેશ્વરીની ફરિયાદના આધારે નિયમસર ગુનો નોંધી તપાસ શરૃ કરી છે.

ગમખ્વાર અકસ્માતની જાણ થતાં આસપાસ ૨૦૦ જેટલા લોકોનું ટોળું એકત્ર થઇ ગયું હતું. રોડ પાસેથી પસાર થતાં વાહનચાલકો પણ થોભીને ઘટના સ્થળે જમા થઇ ગયા હતા. અકસ્માતમાં મોત નીપજ્યંુ હોવાનુો ખ્યાલ આવતા વિફરેલા ટોળાએ લક્ઝરીને આગ ચાંપી ભસ્મિભૂત કરી દીધી હતી. જેના લીધે વાતાવરણ અત્યંત તંગ બની ગયું હતું. પોલીસને જાણ થતાં કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને નિયમન કરી કાર્યવાહી શરૃ કરી હતી.

ઉલ્લેખનીય છે કે, વાહન અક્સ્માતોમાં કચ્છમાં દિવસેને દિવસે લોકોનો ભોગ લેવાઇ રહ્યો છે. જેને લઇને લોકોમાં અપાર રોષની લાગણી ફેલાઇ ગઇ છે. નખત્રાણામાં પણ ૧૯ માર્ચ ૨૦૧૩ના બનેલા ગમખ્વાર અકસ્માતમાં લક્ઝરી હડફેટે દંપતીનું કરૃણ મોત નીપજતા રોષે ભરેલા લોકોએ બસને આગ ચાંપી દીધી હતી, ત્યારે માધાપર પાસે પણ રાહદારીનુ મોત નીપજતા લોકોએ ફરી રોષ પ્રગટ કરીને લક્ઝરીને આંગ ચાંપી દેતા પ્રચંડ જનાક્રોશ સામે આવ્યો છે. માતેલા સાંઢની જેમ દોડતા વાહનો અને બેફામ બનેલી લક્ઝરીઓ સામે પોલીસ તરફથી કડક કાર્યવાહી અનિવાર્ય બની છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com