Apr 27,2015 12:53:46 AM IST
 

ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી અડધી રાતે યુવતી ગુમ થતાં ચકચાર

Apr 21, 2013 00:56 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 285
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૨૦

ભુજના મહિલા કલ્યાણ કેન્દ્રમાંથી અડધી રાતે યુવતી અચાનક ચાલી જતાં ભુજ સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ મામલે યુવતી કયાં કારણસર કોઇને કહ્યા વગર ચાલી ગઇ છે તે અનુસંધાને સિટી પોલીસ તરફથી ફરિયાદના આધારે તપાસ શરૃ કરવામાં આવી છે.

ભુજ સિટી પોલીસ મથકેથી મળતી વિગતો અનુસાર મહિલા કલ્યાણ કેન્દ્ર તરફથી વૈશાલીબેન વાલજી પટેલ તરફથી ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે મુજબ મૂળ માંડવીની રહેવાસી નેહા રવિલાલ દાધડા(ઉ.વ. ૨૭) ગત મહિનામાં ગુમ થઇ ગઇ હતી. જે અંગે માંડવી પોલીસ મથકે તા. ૨૪-૩-૧૩ના ગુમનોંધ દર્જ કરવામાં આવી હતી. ,ત્યારબાદ પોલીસે તપાસ પૂર્ણ કરી યુવતીને શોધી કાઢી હતી.જો કે, ત્યારબાદ તે પોતાના ઘરે જવા ન ઇચ્છતી હોઇ પોલીસે ભુજ મહિલા કલ્યાણ કેન્દ્રમાં મોકલી આપી હતી, ત્યારબાદ તે મહિલા કલ્યાણ કેન્દ્રમાં જ હતી. જો કે, તા. ૨૦-૪-૨૦૧૩ના મોડી રાત્રિના અરસામાં કોઇને કહ્યા વગર અચાનક લાપત્તા થઇ ગઇ હોવાનું સંચાલકોના ધ્યાનમાં આવતા સિટી પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટના અંગે ભુજ સિટી પોલીસ તરફથી પીએસઆઇ નિનામા તરફથી વધુ તપાસ શરૃ કરવામાં આવી છે. તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે સીસીટીવી ફુટેજમાં તે યુવતી મહિલા કલ્યાણ કેન્દ્રમાં મંદિર સુધી ગયા બાદ બહાર કોઇ શખ્શે રસ્સી ફેંકતા તેની મદદથી દીવાલ ઓળંગી જતી દેખાય છે. યુવતીએ માંડવીના રહેવાસી રફીક અબ્દુલ બકાલી સાથે પ્રેમલગ્ન કરી લીધા હોવાની રજુઆત મેજીસ્ટ્રેટ સામે કરી હતી.

જે અંગેનો નિર્ણણ લેવા આગામી ૨૨ તારીખ મેજીસ્ટ્રેટ દ્વારા મુકરર કરવામાં આવી હતી. જો કે તે પહેલાજ રાત્રિના યુવતી ગુમ થઇ જતા પોલીસ તરફથી તપાસનો દોર શરુ કરવામાં આવ્યો છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com