May 23,2015 08:22:29 PM IST
 

કચ્છમાંથી ઉપડેલા બે વહાણના અપહરણ

Apr 21, 2013 00:57 Gujarat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 292
Rate: 0
Rating:
Bookmark The Article

ભુજ, તા.૨૦

ભારતીય જળસીમામાં ઘૂસીને અથવા તો ભૂલથી જળસીમા ઓળંગી જતાં માછીમારોના બોટ સહિતના અપહરણ પાકિસ્તાન કોસ્ટગાર્ડ અને નેવી દ્વારા કરવામાં આવે છે. જે હવે નવી વાત નથી રહી. પાકની નાપાક હરકતોએ હદ વટાવી છે અને હવે નાના મછવાના બદલે ટનબંધ સામાનની હેરફેર કરતા કરોડો રૃપિયાના વહાણ પર નજર બગાડી છે.

તુણા પોર્ટ પરથી લાઇવ સ્ટોક લઇને દુબઇ માટે રવાના થયેલા અલ ફારૃકી નામના જહાજમાં યાંત્રિક ખરાબી સર્જાતા તેણે પાકના પસની પોર્ટ પાસે લંગર નાખવું પડયું હતું. તેના ૧૧ ક્રુ મેમ્બરને બચાવવા પહોંચેલા અલ બુરહાન જહાજ સાથે આ બંને જહાજને પાકની નેવી અથવા કોસ્ટગાર્ડ દ્વારા ઉપાડી જવામાં આવ્યા છે.

પ્રાપ્ત વિગતો પ્રમાણે એપ્રિલની ૧૦ તારીખે કચ્છના તુણા બંદરેથી ૧૩૧૭ ઘેટા-બકરાં ભરીને એમએસવી ફારૃકી નામનું જહાજ દુબઇ જવા માટે રવાના થયું હતું, તેમાં ટંડેલ સહિત ૧૧ ક્રુ મેમ્બર હતા. દુબઇ તરફ સફર દરમિયાન ૧૩ એપ્રિલે પાકિસ્તાનના ગ્વાદર પોર્ટ નજીક ફારૃકીનું મેઇન એન્જિન ફેઇલ થઇ ગયું હતું. જેના કારણે વ્હાણ ઢસડાઇને પાકના પસની પોર્ટ સુધી પહોંચી ગયું હતું. ૧૮ એપ્રિલે જહાજની પસની પોર્ટ નજીકથી તેના માલિકને આ ઘટના અંગે રેડિયો અને મોબાઇલ પર સંદેશ મોકલ્યો હતો. 

આ સંદેશ મળતાં જ અલ ફારૃકનાં માલિકે ૧૬ એપ્રિલના રોજ મુન્દ્રાથી દુબઇ જવા ખાલી રવાના થયેલા અલ બુરહાનના માલિક પાસે મદદ માગી હતી. અલ બુરહાન ૧૯ એપ્રિલનાં રોજ ૧૪ ક્રુ મેમ્બર્સ સાથે લઇ ફારૃકી જહાજ ફસાયું હતું, ત્યાં બચાવ માટે પહોંચી ગયાનો સંદેશ મોકલાવ્યો હતો.

ત્યાંથી પાકિસ્તાન નેવી અથવા કોસ્ટગાર્ડ દ્વારા બંને જહાજનાં ખલાસીઓને પસની નજીકનાં ચુર ખાતે લઇ જવામાં આવ્યા હતા. ઘેટા-બકરાં પણ જહાજમાંથી ઉતારીને અજ્ઞાાત સ્થળે લઇ જવામાં આવ્યા હતા. કરોડોની કિંમતના બંને જહાજોને કોઇ જ ગાર્ડ કે ઓથોરિટી વગર કાંઠે લાંગરી દેવામાં આવ્યા છે. જેના કારણે જહાજને મોટી નુકસાનીનો ભય છે. બંને જહાજ પાસે જરૃરી એવા પોર્ટ ક્લિયરન્સનાં તેમજ આંતરરાષ્ટ્રીય દરિયાઇ સફર ખેડવાના તમામ દસ્તાવેજો હોવા છતાં પાકિસ્તાને નાલાયકી કરી છે.

દુર્ઘટનાના સમયે ખલાસીઓને ગેરકાયદે કબજે કરવાનું પગલું પાકિસ્તાને ભર્યું હોવાનો ગુજરાતમાં વહાણવટા ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોનું માનવું છે.વહાણવટા એસોસિએશનના સેક્રેટરી આદમભાઇના જણાવ્યા મુજબ આ તમામ ૨૫ ખલાસીઓના પરિવાર તેમજ જહાજ માલિકો ચિંતામાં ઘેરાયા છે. તેમણે એસોસિએસન વતી રાષ્ટ્રપતિ સહિતના લોકો સમક્ષ મુક્તિ માટે અરજ કરી, હોવાનું તેમણે જણાવ્યું હતું.

પાકિસ્તાન સિક્યુરિટી એજન્સીની આ નાપાક હરકતથી કચ્ચ્છ સહિત ભારતદેશમાંથી નીકાસ કરતાં વહાણવટીયાઓમાં ફફડાટની લાગણી વ્યાપી ગઇ છે. કેન્દ્ર સરકાર આ બનાવને ગંભીરતાથી લઇ કોઇ યોગ્ય ઉકેલ નહીં લાવે તો દેશમાં મોટાપાયે ચાલતાં વાહણવટીયાના ધંધાને અલિગઢી તાળા લાગી જશે તેમ મનાય છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com