180X600.jpg
Sep 05,2015 06:39:11 AM IST
 

કોંગ્રેસી નેતાઓ ચંદ્રકાંત ભથ્થુ અને ચિરાગ ઝવેરી પહેલા પોતાની મિલકતોના ભાડા જાહેર કરે પછી વેપારીઓની દલાલી કરે

Apr 21, 2013 01:24 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 1212
Rate: 3.0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૨૦

કોર્પારેશનની માલીકીની શોપિંગ સેન્ટરોની દુકાનોના ભાડા વધારાના વિરોધમાં આંદોલનનો ઝંડો લઈને દોડનાર વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુ અને પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી પહેલા પોતાની મિલકતોનુ કેટલુ ભાડુ વસુલ કરે છે તે જાહેર કરે પછી કોર્પોરેશનની દુકાનોનુ ભાડુ ધટાડવા માટે આંદોલન કરે તેવી વાત લોકોમાં ચર્ચાએ ચઢી છે.

  • ૩૯ વર્ષથી કોર્પો.ની માલીકીની દુકાનોના ભાડા નથી વધ્યા ત્યારે વેપારીઓની તરફે આંદોલનની નિકળેલા કોંગ્રેસીઓ પ્રજાની નજરે થૂ...થૂ....થઈ ગયા

શહેરમાં કાર્પોરેશન હસ્તકના શોપિંગ સેન્ટરોની દુકાનોના ભાડા છેલ્લા ૩૯ વર્ષોથી વધારાયા નથી. કેટલાક કીસ્સાઓમાં તો કાર્પોરેશન પાસેથી ભાડે દુકાન લેનારાઓએ પેટા ભાડુઆતને દુકાનો આપી તગડી કમાણી કરી રહ્યા છે. આ સંજોગામાં શહેરનુ હીત જોવાને બદલે વેપારીઓના ખોળે બેસી ગયેલા કોગ્રેસી નેતાઓની હકિકત ખુલ્લી પડી જતાં લોકોની નજરમાં કોગ્રેસી નેતાઓ થૂ...થૂ..થઈ ગયા છે. લોકો તો એટલે સુધી કહે છે કે કોર્પેરેશનની માલીકીની દુકાનના ભાડા વધારાના વિરોધમાં આંદોલન કરવા નીકળેલા કોગ્રેસી નેતાઓએ પોતાની માલીકીની મીલકતો જે ભાડે આપી છે તેની વિગતો પહેલા જાહેર કરે. પૂર્વ વિપક્ષી નેતા ચિરાગ ઝવેરી છેલ્લાં ત્રણ વર્ષમાં પહેલી વખત રસ્તા પર બેસીને દેખાવો કર્યા હોય તેવુ દ્રશ્ય કોર્પારેશનના કંપાઉન્ડમાં આજે જોવા મળ્યુ હતુ. મૂંછે લીંબુ લટકાવીને આંદોલન કરવા નીકળેલા ચિરાગ ઝવેરીની ગાંધી નગરગૃહની પાછળના ભાગે કોર્પારેશનની માલીકીના શોપિંગ સેન્ટરમાં દુકાન હતી અને તે દુકાન તગડા ભાડેથી આપી દેવાઈ છે. તેવુ લોકોમાં ચર્ચાય છે. જ્યારે વિપક્ષી નેતા ચંદ્રકાંત ભથ્થુની અલ્પના ટોકીઝની બાજુમાં હોટલ હતી. જે હોટલ ચાલી નહોતી એટલે ત્યાં બેંકને તગડા ભાડેથી જગ્યા આપી દીધી હોવાનુ ચર્ચાય છે. ત્યારે પહેલા ચિરાગ ઝવેરી અને ચંદ્રકાંત ભથ્થુ પોતાની મિલકતોના ભાડા જાહેર કરશે ? આખરે આંદોલન કોના હિતમાં છે વેપારીઓના કે આગેવાનોના? તે પ્રશ્ન પણ હવે ઉછળ્યો છે.

 દરમિયાનમાં વેપારીઓની હાજરીમાં આજે કોર્પોરેશન બિલ્ડીગની નીચે ભાડા વધારાના વિરોધમાં બૂમબરાડા મારતી કોંગ્રેસનુ આજની સભામાં જાણે મોંઢુ સીવાઈ ગયુ હતુ. આખી સભામાં ભાડા વધારાના મુદ્દે કોંગ્રેસે એક હરફ શુધ્ધા ઉચાર્યા ન હતો.ભાડાના મુદ્દે કોંગ્રેસે આજે કોર્પારેશનના પ્રાંગણમાં વેપારીઓની હાજરીમાં બૂમબરાડા માર્યા અને જાણે આર યા પારની લડાઈ લડવાના મૂડમાં હોય તેવા દેખાડા કર્યા. પરંતુ, તે પછી કોર્પારેશનની સભામાં રજૂઆત કરવાનો વખત આવ્યો તો ચંદ્રકાંત ભથ્થુ, ચિરાગ ઝવેરી તો શું કોગ્રેસનો એકેય કોર્પારેટરે સમ ખાવા ખાતર પણ એક હરફ શુદ્ધા ઉચાર્યા ન હતો. લોકો બધુ જાણે છે. રાજકારણ અને રાજકારણીઓને લોકો સમજતા થઈ ગયા છે.

કોંગ્રેસ ખરેખર વેપારીઓનુ હિત ઈચ્છતી હોય તો ગયા ફેબ્રુઆરીની સભામાં જ્યારે જંત્રીના ૧૫ ટકા લેખે ભાડુ વસૂલવા માટેની દરખાસ્ત મૂકાઈ ત્યારે કોંગ્રેસે વ્યાજબી ભાડા વધારવા માટેની વળતી દરખાસ્ત કેમ મૂકી ન હતી? ત્યારે શું આ આંદોલનકારી કોંગ્રેસ સભામાં ઉંઘતી હતી? કોંગ્રેસના ૧૧ કોર્પાેરેટરો છે અને પોલ એન્ડ વોટ કરશે તો પણ ભાજપ બહૂમતીથી દરખાસ્ત મંજૂર કરાવી લેશે તેવુ તો કોંગ્રેસ પહેલાથી જાણતુ હતુ એટલે પોલ અન્ડ વોટ કરાવ્યું હતુ. હવે જ્યારે ઠરાવનો અમલ થઈ રહ્યો છે ત્યારે દોઢ મહિના પછી વાસી મુદ્દો ઉચકીને કોંગ્રેસ વેપારીઓને પણ ગુમરાહ કરી રહી છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com