Oct 21,2014 12:30:41 PM IST
 

શહેર જિલ્લામાં કમોસમી વરસાદના ઝાપટા....

Apr 21, 2013 02:02 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 670
Rate: 3.0
Rating:
Bookmark The Article

વડોદરા તા.૨૦

શહેરના વાતાવરણમાં આજે રાત્રે આવેલા અચાનક પલટાના લીધે ભારેગાજવીજ સાથે કમોસમી વરસાદ તુટી પડયો હતો.જયારે શહેરના કેટલાક વિસ્તારમાં બરફના કરા પણ પડતા લોકો આશ્રચર્યમાં ગરકાવ થઇ ગયા હતા.વરસાદના લીધે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.જયારે નીચાણાળા વિસ્તારમાં પાણી ભરાઇ ગયા હતા.શહેર ઉપરાંત જિલ્લાના પાદરા સહિતના ગામોમાં પણ રાત્રે કમોસમી વરસાદ તુટી પડયો હતો.

  • નવલખી મેદાનમાં હેમામાલિનીના કાર્યક્રમ અને અકોટા સ્ટેડિયમમાં હાસ્ય કવિ સંમેલનને પણ વરસાદની અસર

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ કે અન્ય કોઇ કુદરતી ફેરફારોના લીધે રાજયના મોસમે કરવટ બદલી છે.વિતેલા ચાર દિવસથી રાજયના વિવિધ ભાગોમાં વાવાઝોડુ અને વરસાદના બનાવો નોંધાયા છે.શહેરના વાતાવરણમાં પણ આજે અચાનક પલટો આવ્યો હતો.ધુળની ડમરી ઉડવા લાગી હતી.સુસવાટા ભેર ફુંકાતા ઠંડા પવન સાથેજ આકાશમાં વાદળોની ફોજ જાણે ઉમટી પડી હતી.ગણત્રીની મિનિટોમાંજ ભારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો.વીજળીના કડાકા ભડાકા સાથે તુટી પડેલા વરસાદે જાણે ભર ઉનાળે અષાઢી મેધનો માહોલ સર્જયો હતો.

 

  • નીંચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા :  જિલ્લાના પાદરા સહિતના ગામોમાં વરસાદ

વરસાદ સાથે શહેરના મકરપુરા, અકોટા સહિતના વિસ્તારમાં બરફના કરા પડયા હતા.આથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા.જયારે વરસાદના લીધે નીંચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા હતા.વરસાદના પગલે શહેરના મોટાભાગના વિસ્તારોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.અને મોટાભાગનુ શહેર અંધકારમાં ગરકાવ થઇ ગયુ હતુ.શહેરના કારેલીબાગ,ન્યાયમંદિર માંજલપુર (અર્ધો વિસ્તાર) પાણીગેટ, અકોટા, જેલરોડ, કિર્તીમંદિર, વાસણારોડ, છાણી સહિતના વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.જયારે શહેરના ગોત્રી, બાપોદજકાતનાકા ,બાજવાડા સહિતના વિસ્તારમાં વીજપુરવઠો ખોરવાયો ન હતો.જોકે શહેરના મોટાભાગનો વિસ્તારમા અંધકાર છવાઇ જતા વીજકંપનીના કર્મચારીઓમાં દોડધામ મચી ગઇ હતી.

શહેર ઉપરાંત જિલ્લાના પાદરા સહિતના ગામોમાં પણ રાત્રે મોસમે કરવટ બદલી હતી.અચાનકજ રાત્રે પાદરા સહિતના ગામોમાં ભારે ગાજવીજ સાથે વરસાદ તુટી પડયો હતો.આથી પાદરામા વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.કમોસમી થયેલા વરસાદના લીધે ખેડુતોના જીવ તાળવે ચોંટી ગયા હતા.ધઉં અને ચણા પલળી ગયા હતા.જયારે આંબા પરથી કેરીઓ તુટી પડતા કેરીઓના પાકને પણ મોટુ નુકશાન થયુ હોવાનુ જાણવા મળે છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com