180X600.jpg
Jul 01,2016 12:51:49 AM IST
 

ન્યાયમંદિર કોર્ટસંકુલ: અસિલ અનેવકીલોનેઅસહ્યઆપદાઓ

Apr 21, 2013 02:26 Baroda >
 
comment     E-Mail     Print    
 
Viewed: 358
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા. ૨૦

૧૫ લાખ ઉપરાંત વસ્તી ધરાવતાં વડોદરાશહેરની મુખ્ય અદાલતો શહેરની ઐતિહાસિક ન્યાયમંદિર અને લાલકોર્ટમાં બેસે છે. આ અદાલતી સંકુલમાં રોજેરોજ હજારોની સંખ્યામાં પક્ષકારોની અવરજવર રહેતી હોય છે. ન્યાયમંદિર અને લાલકોર્ટમાં  પીવાના પાણીની તથા ગંદકી ઉપરાંત પાર્કિંગની મુખ્ય સમસ્યાઓ છે. આ સમસ્યાઓના ઉકેલ માટે અગાઉ અનેક વખત પોલીસ તથા કોર્પોરેશનમાં રજુઆતો કરવામાં આવી હોવાછતાં સમસ્યાઓનો કોઈ ઉકેલ નથી.

  • ન્યાય મંદિર અને લાલકોર્ટમાં પીવાના પાણીની,  ગંદકી અને પાર્કિંગની સમસ્યા ગંભીર

ન્યાય મંદિર અને લાલકોર્ટમાં સિવીલ, ફોજદારી તથા સેસન્સ કોર્ટ મળીને ૬૦ થી વધુ અદાલતો બેસે છે. કોર્ટોમાં આવતા પક્ષકારો અને વકીલો તથા સ્ટાફના કર્મચારીઓ માટે પીવાના પાણી માટે કૂલર અને એક્વાગાર્ડની વ્યવસ્થા છેપરંતુ કોર્પોરેશન તરફથી પુરતા પ્રમાણમાં દબાણ સાથે પાણી મળતુ નથીહાલમાં ઉનાળામાં પાણીનો વપરાશ વધ્યો હોય બપોર સુધીમાં ટાંકીમાં પાણી પતી જાય છે.

  • કોર્ટ બિલ્ડિંગમાં આર.ઓ સિસ્ટમ અને કૂલર છે પણ કોર્પોરેશન દ્વારા પુરતુ પાણી અપાતુ નથી

કોર્ટ બિલ્ડિંગમાં સ્વચ્છતાનો અભાવ જોવા મળે છેજયાં અને ત્યાં ગંદકીથી દુર્ગંધ ફેલાય છેકોર્ટ બિલ્ડિંગની ફરતે પણ ગંદકીનું જ સામ્રાજય ફેલાયેલું છે. ટોયલેટ બાથરુમમાં ડ્રેનેજો ચોકઅપ થવાની વારંવાર ફરિયાદો ઉઠે છે. વકીલો માટે ર્સિટફાઈડ નકલો વેળાસર નહિં મળવાની સૌથી મોટી સમસ્યા છે.

 ર્સિટફાઈડ નકલોની વકીલો માટે સૌથી મોટી સમસ્યા

ન્યાય તંત્ર પાસે ઝેરોક્સ મશીનો ઘણાં ઓછા છે. વકીલો દ્વારા ર્સિટફાઈડ નકલોની માંગણી કરવામાં આવે છેપરંતુ વેળાસર નકલો મળતી નથી. કેટલીક વખત તો દોઢથી બે મહિના સુધી પણ ર્સિટફાઈડ નકલો મળતી નથીજેના કારણે સમય જતાં વકીલો અને પક્ષકારો નકલો છોડાવવા જતા નથી. અને ખુટતી ફીવ સુલવાની બાકી રહી જાય છેજેના કારણે સરકારને પણ આર્થિકનુ કસાન થાય છે.

 સમસ્યા નહિંઉકેલાયતોઆંદોલનકરીશું: પ્રમુખ

ન્યાય  મંદિર અને લાલ કોર્ટ બિલ્ડિંગમાં વકીલો તથા પક્ષકારોએ વેઠવી પડતી મુશ્કેલીઓનો ટૂંક સમયમાં ઉકેલ નહિં આવેતો વકીલો આંદોલન કરશે. તેવી વકીલ મંડળના પ્રમુખ નલિન પટેલે ચિમકી આપી છેનલિન પટેલે જણાવ્યું હતુકે,  ટ્રાફીક, પીવાના પાણી અને ગંદકીના મુદ્દે અમે અગાઉ અનેક વખત પ્રસાશનનું ધ્યાન દોર્યું છે. પરંતુ કામ ચલાઉ રીતે સમસ્યાનો ઉકેલકરવામાં આવે છે. ત્યાર પછી પરિસ્થિતિ જેવી હતી તેવી થઈ જાય છેનલિન પટેલે ચિમકી ઉચ્ચારી છે કે ,  પ્રસાશન દ્વારા ટૂંક સમયમાં સમસ્યાઓ ઉકેલવામાં નહિં આવે તો વકીલ મંડળ દ્વારા આંદોલન કરવામાં આવશે.

કોર્ટ બિલ્ડિંગમાંબીજાદિવસેપણઘનિષ્ઠચેકિંગ

શહેરની કોર્ટ બિલ્ડિંગને બોમ્બના ધડાકે ઉડાડી દેવાની મળેલી ધમકીના પગલે પોલીસ દ્વારા આજે સતત બીજા દિવસે ન્યાયમંદિર અને લાલકોર્ટ સંકુલમાં ઘનિષ્ઠ ચેકિંગ કરવામાં આવ્યું હતુંઆજે સવારે ૯ વાગ્યાથી લઈને સાંજે ઈવનિંગ કોર્ટ બંધ થાય ત્યાં સુધી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહ્યો હતો. સંધ્યા કાળે બંદોબસ્ત વિથડ્રો થયો ત્યાં સુ ધીપોલીસને આ બંન્ને બિલ્ડિંગમાંથી કોઈ પણ પ્રકારનો વાંધા જનક પદાર્થ મળ્યો ન હતોઆ સાથે પોલીસે પણ હાંશકારો લીધો હતો. શહેરના ન્યાયાલયની મુખ્ય વહીવટી કચેરીમાં થોડાક દિવસ પહેલાં પોસ્ટથી એક ધમકીપત્ર મળ્યો હતો. જેમાં તા .૧૯ અને ૨૦મીએ કોર્ટ બિલ્ડિંગમાં બોમ્બબ્લાસ્ટ કરવાની ધમકી આપી હતી. આ નનામા પત્રના કારણે પોલીસ તંત્ર દ્વારા આ બે દિવસ સુધી કોર્ટ બિલ્ડિંગોમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું.

 
Share This
 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com