Sep 01,2014 07:07:31 PM IST
 

વેચાણ ભાવ વધાર્યા વિના દૂધ ઉત્પાદકોને ફેટના ભાવમાં રૂ. ૫.૫૦ કરોડનો વધારો

Apr 21, 2013 02:34 Baroda > Baroda City
 
comment     E-Mail     Print    
 
Viewed: 347
Rate: 0
Rating:
Bookmark The Article

વડોદરા, તા.૨૦

બરોડા ડેરી દ્વારા તાજેતરમાં દૂધ ઉત્પાદકોના પ્રતિ કિલો ફેટ ભાવમાં રૂ. ૫ નો વધારો કરવામાં આવ્યો છે. જેના પગલે બરોડા ડેરી પર વધારાનું રૂ. ૫.૫૦ કરોડનું ભારણ આવ્યું છે. જેને પહોંચી વળવા માટે ડેરીના સત્તાધીશો દ્વારા વેંચાણ ભાવમાં વધારો કરવાના સ્થાને વિવિધ ખર્ચમાં ઘટાડો કરવામાં આવ્યો છે. જે ઘટાડાથી રૂ. ૩.૮૦ કરોડ તેમજ દૂધ વિતરણમાં થતી ગેરરીતિ અટકાવીને રૂ. ૧ કરોડ અને રૂ. ૭૦ લાખ સુગમના પ્રોડક્ટના વેચાણથી એકઠા કરવામાં આવ્યા છે. હાલ બરોડા ડેરી દૂધ ઉત્પાદકોને અપાતા ભાવમાં રાજ્યમાં બીજા ક્રમે છે.

  • બરોડા ડેરી રાજ્યમાં બીજા સ્થાને : દૂધ ઉત્પાદકોને પ્રતિ કિલો ફેટ રૂ. ૪૬૫ ચૂકવાય છે

થોડા સમય પહેલા બરોડા ડેરીના સત્તાધીશો દ્વારા ઉત્પાદકોને અપાતા પ્રતિ કિલો ફેટ ભાવમાં રૂ. ૫ નો વધારો કરવામાં આવ્યો હતો.જેના પગલે ભાવ રૂ. ૪૬૫ પ્રતિ કિલો ફેટ પહોંચી ગયો છે. સમગ્ર રાજ્યમાં બરોડા ડેરી કરતા વધારે ભાવ આપનાર માત્ર સુરત ડેરી દ્વારા રૂ. ૪૯૦ પ્રતિ કિલો ફેટ આપવામાં આવે છે. જેની સામે સુરત ડેરીના દૂધના વેચાણ ભાવ પણ બરોડા ડેરી કરતા વધારે છે.

દૂધ ઉત્પાદકોને અપાતા ભાવમાં કરવામાં આવેલા વધારાથી ડેરી પર રૂ. ૫.૫૦ કરોડનું ભારણ વધ્યું હતું. જે વધારાને પહોંચી વળવા માટે સત્તાધીશો દ્વારા દૂધના વેચાણ ભાવમાં વધારો કરવાની જગ્યાએ ડેરીના ખર્ચમાં ઘટાડો કરવાની શરૂઆત કરવામાં આવી હતી. છેલ્લા ૬ મહિનામાં બરોડા ડેરી દ્વારા દૂધ તણાવણના ખર્ચમાં ઘટાડો કરી રૂ. ૧ કરોડ, ઓવરટાઇમાં ઘટાડો કરી રૂ. ૧ કરોડ,વીજબિલમાં બચત કરી રૂ. ૧ કરોડ અને દૂધના વિતરણ ખર્ચમાં ઘટાડો કરી રૂ. ૮૦ લાખની બચત કરવામાં આવી છે. તે ઉપરાંત દૂધના વિતરણ સમયે ચોરીઓ તેમજ વિવિધ ગેરરીતિઓ અટકાવીને રૂ. ૧ કરોડની વધારાની બચત કરવામાં આવી છે. તેમજ સુગમના વિવિધ પ્રોડક્ટના વેચાણથી રૂ. ૭૦ લાખનો વધુ નફો કરી રૂ. ૫.૫૦ કરોડનો વધારાનો ખર્ચ સરભર કરવામાં આવ્યો હતો.

ગુજરાતની તમામ ડેરીઓના પ્રતિ કિલો ફેટના ભાવ

ડેરી                      ભાવ
સુરત                  ૪૯૦
વડોદરા              ૪૬૫
અમુલ                 ૪૬૫
ગાંધીનગર         ૪૬૫
બનાસ               ૪૬૦
મહેસાણા            ૪૬૦
વલસાડ            ૪૬૦
ભરૂચ                ૪૬૦
ગોધરા             ૪૫૦
રાજકોટ            ૪૫૦
અમદાવાદ       ૪૪૦
અમરેલી         ૪૨૫
સુરેન્દ્રનગર     ૪૨૦
 
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com