180X600.jpg
Feb 14,2016 06:07:10 PM IST
 

યુનિર્વિસટી પ્રિન્ટરના પાપે વધુ એક પરીક્ષામાં તા. ૨૭મીનાં પેપર નીકળ્યાં

Apr 21, 2013 03:01 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 331
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૨૦

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિર્વિસટી સંલગ્ન શહેરની વિવિધ કોલેજોમાં ચાલી રહેલી પરીક્ષા દરમિયાન આજે પણ આગામી તા. ૨૭મીના રોજ લેવાનારી મહત્ત્વની વિષયની પરીક્ષાનું પેપર ખૂલી જવાની ઘટના બહાર આવી છે. આજે લેવાયેલી બીજા વર્ષ બી.કોમ. ટેક્સેશનની પરીક્ષા દરમિયાન બરફીવાળા કોલેજમાં મોકલાયેલા ટેક્સેશનની પરીક્ષાના બંડલો પૈકી એક બંડલમાંથી આગામી તા. ૨૭મીના રોજ લેવાનારી એડવાન્સ ઓડિટિંગની પરીક્ષાના પેપર નીકળતા આ મામલે તત્કાળ યુનિર્વિસટીને જાણ કરાઈ હતી.

  • વરિયાવ કોલેજમાં એમ.કોમ.ની પરીક્ષાના નવ બંડલ ગુમ થઈ ગયાં

જ્યારે કોલેજમાં વિદ્યાર્થીઓને ઝેરોક્ષ કરીને પેપર આપવા પડયાં હતાં.

અગાઉ પણ આ પ્રકારે જે તે દિવસની પરીક્ષાના બંડલોમાંથી બીજી પરીક્ષાના પેપર નીકળવાની ઘટના ચાલુ રહેતા આજે યુનિર્વિસટીએ પ્રિન્ટરને ફરી જાણ કરી આગામી તા. ૨૭મીના નવા પેપર મોકલી આપી તા. ૨૫મી સુધી તત્કાળ આપવા માટે જણાવાયું છે. આ સમગ્ર પ્રકરણમાં હવે પ્રિન્ટરની ભૂમિકા અને તેને સોંપાયેલી જવાબદારીમાં ક્યાં કાચું કપાયું છે એની તપાસ આવશ્યક થઈ પડી છે.

બીજી તરફ વરિયાવ કોલેજમાં ચાલતાં લોલંલોલનો વધુ એક કિસ્સો આજે બહાર આવ્યો હતો. જેમાં આજે લેવાનારી એમ.એ. ઈકોનોમિક્સની પરીક્ષા માટે યુનિર્વિસટીએ બે દિવસ પૂર્વે કોલેજને પેપરના નવ સીલ બંધ બંડલ મોકલી આપ્યાં હતાં, પરંતુ આમ છતાં કોલેજ દ્વારા આજે સવારે ૧૧.૦૦ વાગ્યે પરીક્ષાના સમયે યુનિર્વિસટીને તેમને બંડલ નહીં મળ્યા હોવાનો ફોન કરતા દોડધામ મચી ગઈ હતી. જેમાં કોલેજને તો ૧૧.૩૦ સુધીમાં પેપર મોકલી અપાયાં હતાં, પરંતુ આ ઘટનાની તત્કાળ તપાસ શરૂ કરતા કોલેજે નવ બંડલ રિસિવ કર્યા હતા અને તેની સહી પણ સંબંધિત દ્વારા કરી અપાઈ હોવાનું બહાર આવતા યુનિર્વિસટીએ કોલેજને નોટિસ ફટકારી છે.

આ મુદ્દે રજિસ્ટ્રાર જે.આર.મહેતાએ જણાવ્યું હતું કે, કોલેજે બંડલ સ્વીકાર્યા હોવા છતાં તે ક્યાં ગયા એ પ્રશ્ન ઉપસ્થિત થતાં અમે તમામ બંડલો શોધીને રજિસ્ટ્રાર સમક્ષ તત્કાળ રજૂ કરવા માટેની નોટિસ આપી હતી. આ નોટિસને પગલે ઘાંઘા બનેલા કોલેજ તંત્રે પણ બંડલો શોધવાની કવાયત હાથ ધરતા તે મળી આવ્યા હોવાનું જાણવા મળે છે. પરંતુ આ બંડલ સીલ બંધ છે કે ખૂલી ગયા છે એ બાબતની તપાસ આવશ્યક છે. સાથે જ કોલેજ સામે યુનિર્વિસટી પગલાં ભરે છે કે, પછી મામલો ભૂતકાળના પ્રકરણોની જેમ દાબી દેવામાં આવે છે એ બાબત મહત્ત્વની છે.

 
Share This



 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com