180X600.jpg
Feb 14,2016 08:06:20 PM IST
 

ભારે પવન ફૂંકાતાં અડાજણ, રાંદેર અને પાલમાં અંધારપટ

Apr 21, 2013 03:02 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 402
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત,તા.૨૦

શહેરમાં આજે મોડી સાંજે ફૂંકાયેલા ભારે પવન સાથેના વરસાદને પગલે અડાજણ, રાંદેર અને પાલ સહિતના વિસ્તારોમાં બે કલાકથી વધુ સમય માટે અંધારપટની પરિસ્થિતિનંુ નિર્માણ થવા પામ્યું હતંુ. જેને કારણે લોકોની પરેશાનીમાં વધારો થયો હતો. જોકે અડાજણ વિસ્તારમાં તો લાઇનમેનના સ્ટાફના અભાવે કલાકો સુધી વીજ પુરવઠો પૂર્વવત કરી શકાયો નહિ હોવાની વિગતો જાણવા મળી છે.

શહેરમાં આવેલા ભારે પવનને કારણે અડાજણ, પાલ અને રાંદેરના કેટલાક વિસ્તારોમાં વીજતાર અથડાવાને કારણે જમ્પર બળી ગયા હતા. સાથે સાથે કેટલીક જગ્યાએ ઝાડ પડવાના બનાવોને કારણે પણ વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. જેમાં રાંદેર-૧ સબલ ડિવિઝન વિસ્તારમાં સમાવેશ કરાયેલા વિસ્તારોમાં શીતલ અને શિવમ ફીડર બંધ થઇ જવાને કારણે લોકો કલાકો સુધી વીજ પુરવઠા વિના રહેવાની નોબત સર્જાઇ હતી સાથે સાથે એવી પણ હકીકત જાણવા મળી છે કે જ્યારે રાંદેર -૧ સબ ડિવિઝન ખાતે વીજ પુરવઠો ખોરવાયો હતો ત્યારે ફરજ પર બે લાઇનમેન હતા. તેઓ એક ફીડર રિપેર કરવા ગયા બાદ તેની કામગીરી પૂરી થયા પછી જ અન્ય ફીડરને રિપેર કરી શકાય તેમ હોવાના કારણે આવી સ્થિતિનંુ નિર્માણ થયું છે. આ ઉપરાંત રાંદેર -૧ ડિવિઝનના વિસ્તારને ધ્યાને રાખી લાઇનમેનની સંખ્યા વધારવા માટે પણ અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોર્પોરેટ ઓફિસના ઉચ્ચ અધિકારીઓએ આવી કોઇ પણ બાબતોનંુ પૂરતંુ ધ્યાન આપ્યું નહિ હોવાના કારણે જ રાંદેર - સબ ડિવિઝનમાં આવેલા સમગ્ર કોઝવે વિસ્તાર, ધનમોરા કોમ્પ્લેક્સની આસપાસનો વિસ્તાર, સોના હોટલની પાછળનો સમગ્ર વિસ્તારના રહેવાસીઓએ કલાકો સુધી વીજ પુરવઠા વિના રહેવાની નોબત આવી હતી.

આ ઉપરાંત પાલના પણ કેટલાક વિસ્તારોમાં આવી જ પરિસ્થિતિનંુ નિર્માણ થયંુ હતંુ પરંતુ ત્યાં થોડા સમયમાં વીજ પુરવઠો બહાલ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે આગામી ચોમાસાને ધ્યાને રાખી ડીજીવીસીએલના તંત્રએ ખાસ વ્યવસ્થા કરી ફરીવાર આવી સ્થિતિ નહિ ઉદભવે તેને માટે યોગ્ય વ્યવસ્થા કરવાની તાતી જરૂરિયાત છે.
 
Share This



 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com