180X600.jpg
Sep 03,2015 10:40:04 PM IST
 

અઠવાગેટથી લુટારુ ટોળકી ઝડપાઈ

Apr 21, 2013 03:05 Surat >
 
comment     E-Mail     Print    
 
Viewed: 379
Rate: 0
Rating:
Bookmark The Article

સુરત, તા. ૨૦

અઠવા ગેટ સર્કલ પાસેથી ઉમરા પોલીસે બાતમીના આધારે છરા તથા મરચાની ભૂકી સાથે ચાર યુવકોને ઝડપી પાડયા હતાં. પ્રાથમિક તપાસમાં તેઓ કટારિયા ઓટોમોબાઈલના કેશિયરને લૂંટવાનું પ્લાનિંગ કરી નીકળ્યા હોવાનું બહાર આવ્યું હતું. આ લૂંટની ટીપ કટારિયાના સેલ્સ એક્ઝિક્યૂટિવે જ આપી હોવાનું તેની પણ ધરપકડ કરાઈ હતી.

ઉમરા પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર સર્વેલન્સ સ્ટાફના માણસો અઠવાગેટ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતાં. આ દરમિયાન બાતમીના આધારે બે બાઈક ઉપર પસાર થતાં ચાર યુવકોને ઝડપી પાડયા હતાં. સીંગણપોરના યશ ઉર્ફે જીતુ કમલેશ સૂર્યવંશી, સૈયદપુરા રામવાડીના યાકુબ ઉર્ફે મોયા સમસુદ્દીન શેખ, સીંગણપોર સહજાનંદ સોસાયટીના પરેશ અંકુશ વરઘડે અને સંદીપ સુરેશ પેંઢારેની અંગ જડતી લેવાતા તેઓ પાસેથી મરચાની ભૂકી તેમજ છરા મળી આવ્યા હતાં.

આ બાબતે ટોળકીની પૂછપરછ કરવામાં આવતાં તેઓએ કટારિયા ઓટોમોબાઈલ્સના કેશિયરને લૂંટવાનું પ્લાનિંગ કરી નીકળ્યા હોવાની કબૂલાત કરી હતી. કટારિયાનો કેશિયર દરરોજ સવારે અઠવાગેટ પાસેની બેંક ઓફ બરોડામાં વકરાના રૂપિયા જમા કરાવવા આવતો હોઈ આ ટોળકી તેને લૂંટવાની હતી.

પોલીસે કરેલી વધુ તપાસમાં કટારિયા ઓટોમોબાઈલ્સના સેલ્સ એક્ઝિક્યૂટિવ સંજય બંશીલાલ માળીએ આ ટોળકીને લૂંટની ટીપ આપી હોવાનું બહાર આવ્યું હતું. આ કબૂલાતના આધારે પોલીસે ઓટોમોબાઈલ શોરૂમ પરથી સંજય માળી (રહે. વિજયનગર-૧ કતારગામ)ને ઝડપી લીધો હતો.

સંજયની પૂછપરછ કરાતાં તેણે પોલીસને જણાવ્યું હતું કે તેના માથે દેવુ થઈ ગયું હોઈ પૈસાની તાતી જરૂરિયા હતી. ઓફિસમાંથી કેશિયર દરરોજ ત્રણથી ચાર લાખ રૂપિયા બેંકમાં જમા કરાવવા જતો હતો. રામનવમીની રજા હોઈ ગઈકાલે બેંકમાં રૂપિયા જમા કરાવાયા ન હતાં. આથી શનિવારે આઠતી દસ લાખ રૂપિયા લઈ કેશિયર બેંકમાં જમા કરાવવા જશે એવી ગણતરી માંડી લૂંટનું પ્લાનિંગ કરાયું હતું.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com