Sep 19,2014 11:17:07 AM IST
 

નવો ખુલાસો: આરોપી બાળકી સાથે બળાત્કાર દરમિયાન મોબાઇલમાં જોતો હતો બ્લુ ફિલ્મ

Apr 21, 2013 10:37 National
 
Tags:   Delhi Police Rape Minor Girl Shiela Dixit Hospital comment     E-Mail     Print    
 
Viewed: 15266
Rate: 2.6
Rating:
Bookmark The Article

નવી દિલ્હી, 21 એપ્રિલ

દિલ્હીમાં પાંચ વર્ષની બાળકીના બળાત્કાર કેસમાં બીજો એક ચોકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આરોપી બાળકી સાથે બળાત્કાર દરમિયાન મોબાઇલ પર બ્લુ ફિલ્મ જોઇ રહ્યો હતો. આ વાત પોલીસના પૂછપરછ દરમિયાન આરોપી મનોજે પોતે જ કબૂલી છે. તે પીડિતા 5 વર્ષની બાળકીની તબીયત ડોક્ટરો માટે પણ એક પડકારરૂપ બની ગઇ છે. શુક્રવારના રોજ સાંજના સમયે એમ્સમાં લાવેલી આ બાળકીની સારવાર 8 ડોક્ટરોની ટીમ કરી રહી છે.

દિલ્હીના મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કાલે મુખ્ય સચિવ ડી.એમ સપોલિયાને બાળકીની વધુ સારી સારવાર કરવા માટે એમ્સને સંપર્ક બનાવી રાખવાનો અને પીડિતાના પરિવારને બધી જ જરૂરી મદદનો ટેકો પૂરો પાડવાનો નિર્દેશ કર્યો છે. મુખ્યમંત્રીએ રાજધાનીની એક હોસ્પિટલમાં સાઇનસની સર્જરી કરાવી છે અને તેમને મુખ્ય સચિવને બાળકીની સારવારની વ્યક્તિગત દેખરેખ રાખવાનો પણ નિર્દેશ કર્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર મુખ્યમંત્રીએ જણાવ્યુ હતુ કે, "આ ઘૃણાજનક ઘટનાથી હું  ખુબ જ દુખી  છુ.  ઉલ્લેખનીય છે કે, બળાત્કાર પછી  તેને બાળકીના પેટમાં બોટલ અને મીણબત્તીઓ નાખી હતી. જે કારણ તેના શરીરમાં વધુને વધુ સંક્રમણ વધતા જઇ રહ્યા છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com