Aug 30,2014 01:40:17 PM IST
 

ચોથી મે સુધી મુશર્રફ પોલીસ રિમાન્ડ પર

Apr 21, 2013 12:38 World
 
Tags:   Islamabad Pervez Musharraf Judicial Custody Pakistan Anti-Terrorism comment     E-Mail     Print    
 
Viewed: 1720
Rate: 0
Rating:
Bookmark The Article

ઇસ્લામાબાદ, 21 એપ્રિલ

૨૦૦૭માં હાઈકોર્ટે મુશર્રફની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો

પાકિસ્તાનના ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફને શનિવારે ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં સોેપાવામાં આવ્યા છે. શુક્રવારે ઇસ્લામાબાદના એક ફાર્મહાઉસમાંથી મુશર્રફની ધરપકડ કરવામાં આવી હતી. પાકિસ્તાનના ન્યાયમૂર્તિઓને ગેરકાયદેસર નજરકેદ રાખવાના મામલે તેમને સઘન સુરક્ષા વચ્ચે ત્રાસવાદવિરોધી અદાલત સમક્ષ પેશ કરાયા હતા.

ન્યાયમૂર્તિ કૌસર અબ્બાસ જૈદીએ મુશર્રફને શનિવારથી ૧૪ દિવસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવા આદેશ આપ્યો છે અને ૪ મેના રોજ તેમને અદાલતમાં હાજર કરવા માટે કહ્યું છે. પોલીસે ન્યાયમૂર્તિ સામે ભૂતપૂર્વ લશ્કરી વડાને કસ્ટડીમાં સોંપવા આગ્રહ કર્યો હતો જ્યારે કે, તેમના વકીલે તેમને જામીન પર છોડવા આગ્રહ કર્યો હતો. ગત ૧૮ એપ્રિલે ઇસ્લામાબાદ હાઈકોર્ટે ભૂતપૂર્વ લશ્કરી વડાની જામીન અરજી ફગાવી દીધી હતી અને તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો ત્યારબાદ તરત જ મુશર્રફ અદાલત કાર્યાલયમાંથી નાસી છૂટયા હતા પરંતુ પોલીસે તેમની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે મુશર્રફને લાલ મસ્જિદ મામલે ગઈ કાલે મેજિસ્ટ્રેટ મહંમદ અબ્બાસ શાહની કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં વકીલની દલીલો સાંભળ્યા બાદ ન્યાયધીશે તેમને બે દિવસ ટ્રાન્ઝિસ્ટ રિમાન્ડ પર સોંપ્યા હતા અને ૨૧ એપ્રિલ પહેલાં તેમને ત્રાસવાદવિરોધી અદાલત સમક્ષ પેશ કરવા આદેશ આપ્યો હતો.

 ઇસ્લામાબાદ હાઈકોર્ટે ૨૦૦૭માં ભૂતપૂર્વ પ્રમુખ પરવેઝ મુશર્રફના શાસનકાળ દરમિયાન તેમની ધરપકડ કરવાનો આદેશ આપ્યો હતો પરંતુ તાલિબાનની જાનથી મારી નાખવાની ધમકીઓથી ત્રાસી જઈ કાનૂની કાર્યવાહી ચાલતી હોવા છતાં તેઓ ૪ વર્ષ માટે લંડન અને દુબઈ રહેવા જતા રહ્યા હતા અને ૧૧મે ૨૦૧૨ના રોજ નેશનલ એસેેમ્બ્લીની ચૂંટણીમાં ભાગ લેવા તેઓ પરત ફર્યા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com