Sep 22,2014 07:43:47 PM IST
 

મધ્યપ્રદેશમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવા રાહુલની તૈયારી

Apr 21, 2013 13:50 National
 
Tags:   Rahul Gandhi Congress Sonia Gandhi Bhopal Madhya Pradesh comment     E-Mail     Print    
 
Viewed: 1059
Rate: 0
Rating:
Bookmark The Article

ભોપાલ, 21 એપ્રિલ

ન્યાયમૂર્તિ૨૪-૨૫ એપ્રિલે રાહુલ ગાંધી બે દિવસની મુલાકાત લશે

કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી ૨૪મી અને ૨૫મી એપ્રિલના દિવસે મધ્યપ્રદેશની બે દિવસની મુલાકાત લેશે. આ બે દિવસની યાત્રા દરમિયાન તમામ પાસાંઓ ઉપર ચર્ચાવિચારણા કરવામાં આવશે. રાહુલ ગાંધી ૨૪મી એપ્રિલે ધાર જિલ્લામાં મોહનખેડાની મુલાકાત લેશે જ્યારે ૨૫મી એપ્રિલે ભોપાલમાં પક્ષના સાંસદો, ધારાસભ્યો, હોદ્દેદારો અને કાર્યકરોની મુલાકાત લેશેે. કોંગ્રેસના રાજ્ય પ્રમુખ કાંતિલાલ ભુરિયાએ આ અંગે જણાવ્યું છે. મોહનખેડામાં ૧૪ લોકસભા બેઠકના પ્રતિનિધિઓ છે. રાહુલ ગાંધી સાથે મોરેના, ભીડ, ગ્વાલિયર, ગુણા, રાજગઢ, દેવાસ, ઉજ્જન, રતલામ, ધાર, ઇંદોર, ખારગોન, ખાંડવા અને બેતૂલના સાંસદો પણ આ મિટિંગમાં હાજરી આપશે. બીજી બેઠક ભોપાલમાં યોજાશે જેમાં પણ સાગર, તિકમગઢ, ખજૂરાઓ, સતના, રેવા, સિધી, જબલપુર, મંડલા, બાલાગાઢ, સિંદવાડા, હોસંગાબાદ, વિદિસા અને ભોપાલના સાંસદો ભાગ લેશે. સ્થાનિક સંસ્થાઓના ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે પણ વાતચીત કરવામાં આવશે. મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિને નબળી કરવા તથા કોંગ્રેસની સ્થિતિને મજબૂત કરવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી હાલમાં મધ્યપ્રદેશ ઉપર મુખ્ય રીતે ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપની સ્થિતિ પહેલાંથી જ ખૂબ મજબૂત રહેલી છે.
 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com