180X600.jpg
Aug 30,2015 02:26:25 AM IST
 

'રામૈયા વાસ્તા વૈયા' ફિલ્મ સારી છે: સોનુ સૂડ

Apr 21, 2013 16:23 Entertainment >
 
Tags:   Bollywood Sonu Sood Shootout at Wadala Doctor's Advice 3rd May Ramaiya Vasta Vaiya comment     E-Mail     Print    
 
Viewed: 2508
Rate: 0
Rating:
Bookmark The Article

મુંબઇ, 21 એપ્રિલ

અભિનેતા સોનુ સૂડે હાલમાં પ્રભુદેવાની ફિલ્મ રામૈયા વાસ્તા વૈયાનું ડબિંગ પૂર્ણ થતાની સાથે જ જણાવ્યું હતુ કે, તે ખુબ જ સારી ફિલ્મ છે.

૩૯ વર્ષનો સોનુ ફિલ્મમાં શ્રુતિ હાસનનો ખુબ જ જબરો ભાઇ બતાવવામાં આવ્યો છે. કુમાર તૌરાનીનો પુત્ર ગિરિશ તૌરાની પણ આ ફિલ્મ સાથે બોલીવુડમાં પ્રદાર્પણ કરી રહ્યો છે.

ગઇકાલે સોનુ એ ટ્વિટર પર લખ્યુ હતુ કે,  ફિલ્મમાં ગિરિશ કુમાર તૌરાનીને પ્રથમ ફિલ્મ પૂર્ણ કરવા બદલ અભિનંદન પાઠવ્યા છે અને વધુમાં કહ્યુ કે પ્રભુદેવાનો આત્મવિશ્વાસ પણ આ ફિલ્મમાં સારી રીતે દેખાય છે.

અભિનેતાને ડોક્ટર તરફથી સલાહ મળેલ છે કે તેમના પગે ફ્રેકચર થયુ હોવાને કારણે તેમના માટે મુસાફરી કરવી યોગ્ય નથી કેમકે હજુ પણ તેમના પગ સુજી ગયેલા છે.

સોનુ ફિલ્મ ‘શુટઆઉટ એટ વડાલા’ ના પ્રચાર માટે દિલ્હી જવાના હતા. ફિલ્મના મુખ્ય કલાકારો જોહ્ન અબ્રાહમ, અનિલ કપુર, તુષાર કપુર, કંગના રાણાવત, મનોજ બાજપાઇ, રોનિત રોય અને મહેશ માંજરેકર છે. આ ફિલ્મ ૩ જી મે ના રોજ રીલિઝ થવાની છે.

 
 
Share This



 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com