180X600.jpg
Feb 06,2016 05:40:20 AM IST
 

બાગબાની કરવાથી પુરુષોમાં વધે છે સેકસની ક્ષમતા

Apr 21, 2013 17:23
 
Tags:   Sex Men Health Gardening Jogging Cycling comment     E-Mail     Print    
 
Viewed: 8110
Rate: 3.6
Rating:
Bookmark The Article

21 એપ્રિલ

સંશોધનમાં ચોંકાવનારી ઘટના સામે આવી છે કે પુરુષોમાં સેકસ ક્ષમતા વધારવા માટે બાગબાની વધુ પ્રમાણમાં અસરકારક બની શકે છે.

વિયાના મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોના જણાવ્યા અનુસાર અઠવાડિયામાં અડધો કલાક ગાર્ડનિંગ કરવાથી પુરુષોમાં સેકસની ક્ષમતામાં વૃદ્ધિ થઇ શકે છે. સંશોધનના જણાવ્યા અનુસાર વ્યક્તિ વધુ પ્રમાણમા સેકસી હોય છે. બાગબાની કરવાનો માત્ર તેટલો જ લાભ નથી. સંશોધકોએ જણાવ્યુ હતુ કે, બગીચામાં વધુ સમય પસાર કરવાથી નપુસંક હોવાનુ જોખમ પણ ઘટી જાય છે.

અઠવાડિયામાં એક હજાર કેલરીની મહેનત કોઇ પણ રીતે યોન વિકારોને ઓછી કરવામાં મદદરૂપ સાબિત થઇ શકે છે. શોધમાં 30-45 મિનિટ બાગબાની કરીને 15 મિનિટમાં ચાર માઇલ સાયકલ ચલાવવી તેમજ તેટલા સમયમાં 1.5 માઇલ જોગિંગનો પણ સમાવેશ થાય છે. તે બધા કામોથી નપુસંકતામાં 38 ટકાની ઉણપ જોવા મળી. એટલુ જ નહી અઠવાડિયામાં ચાર હજાર કેલરીની ઉર્જા ખર્ચ થવા પર નપુસંકતાનુ જોખમ 52 ટકા ઓછુ થઇ શકે છે.
 
Share This




 
 
   

 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com