May 05,2015 09:46:55 PM IST
 

આકાશમાં ફરી દેખાશે ડ્રીમલાઇનર્સ

Apr 21, 2013 19:09 Business >
 
Tags:   Air India Grounded Dreamliners US-FAA Dreamliners Battery Fault Boeing comment     E-Mail     Print    
 
Viewed: 4040
Rate: 0
Rating:
Bookmark The Article

વોશિંગ્ટન, 21 એપ્રિલ

આવતા મહિના એર ઇન્ડિયાનાં ડ્રીમલાઇનર વિમાન ફરીથી ઉડાણ ભરી શકે છે

અમેરિકાની ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેટિવ(એફએએ) દ્વારા લીલી ઝંડી મળ્યા બાદ હવે અમેરિકન કંપનીનાં બોઇંગનાં ડ્રીમલાઇનર્સ વિમાન ટૂંક સમયમાં જ આકાશમાં ઊડતાં જોઈ શકાશે. આ પહેલાં જાન્યુઆરી મહિનામાં એક ફ્લાઇંગ પૂર્વે બેટરીમાં આગ લાગવાની ફરિયાદ મળ્યા બાદ અચોક્કસ મુદત સુધી આ વિમાનોનાં ઉડ્ડયન પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો, જોકે હવે તે ટૂંક સમયમાં જ ઉડ્ડયન કરી શકશે. આ સમાચાર ભારતીય એરલાઇન્સ એરઇન્ડિયા માટે પણ સંતોષકારક છે, કારણ કે બેટરીમાં ખરાબીને કારણે અમેરિકાએ જાન્યુઆરીમાં ડ્રીમલાઇનર્સ પર પ્રતિબંધ લગાવતાં એર ઇન્ડિયાએ પણ તેના છ ડ્રીમલાઇનર્સ વિમાનના ઉડ્ડયન રદ કર્યાં હતા.

આ વિમાન બનાવતી કંપની બોઇંગે વોશિંગ્ટનમાં એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું છે કે, 'અમેરિકન અધિકારીઓએ બોઇંગ દ્વારા ફરીથી તૈયાર કરેલી બેટરી સિસ્ટમને મંજૂરી આપી દીધી છે. આ નવી બેટરી પ્રણાલીને અમેરિકન બેટરીનિર્માતા અને બોઇંગે મળીને તૈયાર કરી છે.' આ અંગે ડીજીસીએના અધ્યક્ષ અરુણ મિશ્રના જણાવ્યાનુસાર, 'બોઇંગના એન્જિનિયર્સની એક ટીમ ભારત આવી રહી છે અને ટૂંક સમયમાં જ એર ઇન્ડિયાનાં છ ડ્રીમલાઇનર વિમાનોમાં નવી બેટરી લગાવવાનું કામ શરૃ કરવામાં આવશે.' આ બોઇંગ ડ્રીમલાઇનર વિમાન નવી બેટરી સિસ્ટમ લગાવ્યા બાદ આવતા મહિને ફરીથી ઉડાણ ભરશે તેવું માનવામાં આવી રહ્યું છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com