Jul 25,2014 12:17:49 PM IST
 

પેરિસમાં યુનિફોર્મના રંગ અને ફિટિંગને લઈને મચ્યો હોબાળો

Apr 21, 2013 19:16 World
 
Tags:   Paris Strike Uniform Employee Bus Drivers comment     E-Mail     Print    
 
Viewed: 2198
Rate: 0
Rating:
Bookmark The Article

પેરિસ, 21 એપ્રિલ

અત્યાર સુધી તમે જુદી જુદી માગણીઓને કારણે હડતાળ પર ઊતરેલાં લોકોને તો જોયાં હશે પરંતુ યુનિફોર્મનો રંગ અને ફિટિંગ ગમતાં ન હોવાને કારણે હડતાળ પર ઊતરવાની ધમકી આપતાં લોકો વિશે સાંભળીએ તો પહેલીવારમાં આપણને વિશ્વાસ જ ન થાય, પરંતુ આ વાત સાચી છે, આવો જ એક બનાવ હકીકતમાં બન્યો છે. ફાંસનાં સ્થાનિક મીડિયા મુજબ ફ્રાંસનું બીજું સૌથી મોટું શહેર ગણાતું માર્શઇમાં બસના ડ્રાઇવરોએ પોતાના યુનિફોર્મના રંગ અને ફિટિંગ ગમતાં ન હોવાથી હડતાળ પર ઊતરવાની ચીમકી આપી છે.

ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનના એક કર્મચારીએ જણાવ્યા મુજબ કોર્પોરેશનના ૧,૬૦૦ કર્મચારીઓએ ૩ જૂને હડતાળ પર ઊતરવાની ચીમકી આપી છે. બધા કર્મચારીઓ પેન્ટનાં ફિટિંગ, તેની ગુણવત્તા અને તેના રંગને લઈને નારાજ છે. પેન્ટ ખૂબ જ ટાઇટ હોવાથી તેમને ફાવતું નથી, જોકે શર્ટ પણ કામચલાઉ જ છે. આ અંગે કર્મચારીમંડળનું કહેવું છે કે તેમને સલાહ-સૂચન કર્યા વિના જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી તેઓ આ યુનિફોર્મ નહિ પહેરે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com