May 29,2015 01:30:56 AM IST
 

સૂચિતમાં ખડકેલાં ત્રણ વૈભવી કોમ્પ્લેક્ષ સીલ કરતું મ્યુનિ. તંત્ર

Apr 21, 2013 18:28 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 212
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૨૦

શહેરમાં ઈમ્પેક્ટનો લાભ લેવા ગેરકાયદે ઉભા કરી દેવાયેલા મકાનો કાયદેસર કરાવી લેવાની યોજનામાં નિયમોની રહેલી છટકબારીને આધારે વૈભવી વિસ્તારમાં મુખ્ય રસ્તા ઉપર ઉભા કરી દેવાયેલા કોમ્પ્લેક્ષને મહાપાલિકાએ આજે સિલ મારી દિધા હતા અને આગામી દિવસોમાં તેના ઓપરેશન માટે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ગત વિધાનસભાની ચૂંટણીમાં લદાયેલી આચારસંહિતા વખતે સુચિત ગોવર્ધન સોસાયટીના મુખ્ય માર્ગ ઉપર આવેલ ત્રણ જૂના મકાનો પાડીને તેના સ્થાને ગેરકાયદે ત્રણ ત્રણ માળની ઈમારતો ખડકી દેવામાં આવી હતી. મહાપાલિકાની ટી.પી. શાખાએ નોટિસો આપવા છતાં બાંધકામ અટકાવાતું ન હોય ગમે ત્યારે લોકો તેનો ઉપયોગ શરુ કરી દે તેવી સ્થિતિ ઉભી થઈ હોય આજે મહાપાલિકાની ટી.પી. શાખાએ તેને સિલ મારી દિધા હતા.

  • હિંમત તો જૂઓ : નોટિસોની ઐસી કી તૈસી કરી રાજકીય નેતાઓનાં ભરોસે બાંધકામ કરી નાખ્યું !

વિદ્યાકુંજ સોસાયટીના મેઈન રોડ ઉપર આવેલી ગોવર્ધન સોસાયટી દાયકાઓ જુની સુચિત સોસાયટી હોય તેમાં રહેતા જગદીશ બાબીયા, નરસિંહ પટેલ ઉર્ફે નાથા પટેલ અને પરેશ ભાલારાએ સુચિત સોસાયટીમાં વાણીજય હેતુના ગેરકાયદે બાંધકામો હાથ ધરતા તેને વેસ્ટ ઝોન ટી.પી.શાખાએ ગત તા.૩૦-૮-૨૦૧૨ના રોજ જાવક નં.૪૯૪, ૪૯૬ અને ૬૧૩ નંબરથી નોટિસો ફટકારાઈ હતી. બાદમાં તા.૩-૧૦૨૦૧૨ના રોજ ૨૬૦-૧ હેઠળ મનાઈહૂકમ પણ બજાવાયો હતો. આમ છતાં કામગીરી ચાલુ રહેતા તા.૨૯-૧૦-૨૦૧૨ ના રોજ ટી.પી.એ ૨૬૦-૨ હેઠળ નોટિસો ફટકારી હતી. મહાપાલિકાની નોટિસોને કચરાટોપલીમાં ફગાવીને આ આસામીઓએ સતત કામ ચાલું રાખ્યું હતું. જગદિશ બાબીયાએ ગ્રાઉન્ડ ફ્લોરથી ચોથા માળ સુધીનું, નાથા પટેલે ગ્રાઉન્ડ ફ્લોર, તેમજ ફર્સ્ટ ફ્લોરમાં કોર્મિસયલ બાંધકામ ઉપરાંત બીજા અને ત્રીજા માળનું પણ બાંધકામ પણ કરી નાખ્યું હતું. પરેશ ભાલારાએ પણ ગ્રાઉન્ડ, ફર્સ્ટ ફ્લોરનું બાંધકામ કરીને શટરો પણ ચડાવી દિધા હતા. આ ત્રણે બાંધકામો ગેરકાયદે હોય તેને ઈમ્પેક્ટ હેઠળ પાસ કરાવી લેવા માટે પણ રાજકિય આગેવાનોએ ધમપછાડા કર્યા હતાં. પણ મહાપાલિકા પાસે રહેલા પૂરાવાને આધારે તેમ થઈ શક્યું ન હતું. હવે, બાંધકામો પૂરા થવામાં હોય અને લોકો તેમાં રહેવા કે, ધંધા માટે આવી જાય પછી તેને ખાલી કરાવી ઓપરેશન ડિમોલિશન કરવું મુશ્કેલ જણાતા મહાપાલિકાની ટી.પી. શાખાએ તેને સિલ મારી દીધા હતા.

 
 

આત્મવિલોપનકાંડે અટકાવ્યું ડિમોલીશન

રાજકોટ : આમ તો ગોવર્ધન સોસાયટીમાં ખડકી દેવાયેલી આ ત્રણે ઈમારતોને ગત તા.૫ એપ્રીલના રોજ જ જમીનદોસ્ત કરી દેવા માટે મહાપાલિકાએ યોજના બનાવી હતી પણ તેમાં તા.૩ ના રોજ નેપાળી અગનકાંડ સર્જાતા થયેલા હોબાળાના કારણે મહાપાલિકા ડિમોલીશન કરી શકી ન હતી. બીજી તરફ આ ઈમારતો ખડકનારાઓએ ર્ફિનચર તેમજ બારી-દરવાજા અને શટર જેવા કામો હાથ ઉપર લઈ રાત દિવસ કામગીરી ચાલુ રાખી હોય મહાપાલિકાને તેને સિલ માર્યા સિવાય છુટકો ન હોય આજે સિલ મારી દેવાયા હતા.

 

ડિમોલીશન આધુનિક સાધનોથી કરવું પડશે

રાજકોટ : ટી.પી, શાખાએ આ ઓપરેશન હાઈટેક સાધનોથી કરવું પડશે. ત્રણે ઈમારતોની આસપાસ રહેણાંક મકાનો હોય તેમજ આગળ ધમધમતો મુખ્ય રસ્તો હોય કોઈને મુશ્કેલી ન પડે તેમજ અકસ્માત ન સર્જાય તે રીતે ડિમોલીશન કરવું પડશે. મહાપાલિકા પાસે રહેલા હાઈટેક સાધનોનો ઉપયોગ કરીને આ ત્રણ માળની ઈમારતોને ધરાશાયી કરવામાં આવાનાર છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com