Oct 26,2014 06:34:30 AM IST
 

ત્રણ દુકાનો તોડી પડાતા પાંચ વર્ષથી ડિપ્રેશનમાં રહેતા વેપારીનું અગ્નિસ્નાન

Apr 21, 2013 18:30 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 167
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૨૦

જંકશન વિસ્તાર નજીકના હંસરાજનગર શેરીનં.૬માં રહેતાં હરીશભાઈ નાથાભાઈ રામાણી (ઉ.વ.૬૨) નામના ભાનુશાળી વૃધ્ધે આજે પોતાના ઘરે બાથરુમમાં અગ્નિસ્નાન કરી લેતાં ગંભીર હાલતમાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ચાર વર્ષ પહેલાં મ્યુ. કોર્પોરશને રેલવે જંક્શન સામે હાથ ધરેલાં ડિમોલેશનમાં હરીશભાઈએ એકી સાથે ત્રણ દુકાનો ગુમાવતાં ધંધા,રોજગારમાં ફટકો પડયો હોવાના કારણે ડિપ્રેશનમાં આવી જતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.

  • પોલીસ કહે છે, બીમારી કારણભૂત

અગ્નિસ્નાન કરનાર હરીશભાઈના ભાઈ સુરેશભાઈ તેમજ પુત્ર પ્રકાશના જણાવ્યા મુજબ તેઓના સંયુક્ત પરિવારના નાનાથી મોટેરા મળી ૨૦ સદસ્યો એકી સાથે રહે છે. અને વ્યવસાયમાં રેલવે જંક્શન સામે પાન, કોલ્ડ્રીંક્સ અને જનરલ સ્ટોર નામે ત્રણ દુકાનો હતી. પાંચ વર્ષ પહેલાં ૩૧/૧/૨૦૦૮માં મહાપાલિકાએ કરેલાં ડિમોલેશનમાં હરીશભાઈની ત્રણ મળી એક સાથે ૮૩ દુકાનો તોડી પાડી હતી. દુકાનો તુટી પડતાં વ્યવસાય ખોરવાઈ ગયો હતો. દુકાનો માટે વૈકલ્પિક જગ્યા કે વળતરની કોર્પોરેશનમાં ભાજપના પદાધિકારીઓ ભંડેરી, રુપાણી, ભારદ્વાજ, ઝાલા સહિતના તેમજ મ્યુ.કમિશનર સુધીના અધિકારીઓને અનેકવાર રજુઆતો કરાઈ છે. પરંતુ માત્ર વચનો સિવાય કશું ન મળ્યુ ન હતું. રજુઆત કરી જ્યારે ઘરે આવીયે ત્યારે એક જ વાત પુછતાં 'શું કીધુ આપણને હવે, દુકાનો કયારે મળશે'. દુકાનો ચાલી ગઈ હોય અને કોઈ બીજો સ્કોપ પણ મળ્યો ન હોવાથી આર્િથક રીતે પણ ભાનુશાળી પરિવારને ફટકો પડવાના કારણે હરીશભાઈ સતત ચિંતિંત રહેતાં હતા અને આજે અગ્નિસ્નાન કરી લીધાનો બંનેએ તેમજ હોસ્પિટલે હાજર હરીશભાઈના પરિચિતોએ આક્ષેપ કર્યો હતો. પ્રાથમિક તપાસમાં એવી વિગતો ખુલવા પામી હતી કે હરીશભાઈને થાઈરોઈડની બીમારી છે. પાંચ વર્ષ પહેલાં ડિમોલેશનમાં દુકાનો કપાઈ ગઈ હતી જેની પણ ચિંતા હોય બીમારી અને ટેન્શનના કારણે અગ્નિસ્નાન કર્યુ હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com