Jul 07,2015 08:53:09 PM IST
 

હોસ્પિટલ ચોકમાં ટ્રાફિક વોર્ડન પર રિક્ષાચાલકનો ખૂની હુમલો

Apr 21, 2013 18:36 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 288
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૨૦

કમાઉ દિકરા જેવી મીઠી આવક વાળી રિક્ષાઓ, પેસેન્જર વાહનોના ચાલકો દ્વારા અવાર નવાર પી.એસ.આઈ. થી લઈ ટ્રાફિક વોર્ડન સુધીનાઓ પર હુમલા થતાં રહે છે. આવા વધુ એક કિસ્સામાં સિવિલ હોસ્પિટલ ચોક નજીક એક રિક્ષાચાલકે ટ્રાફિક વોર્ડન પ્રકાશ ભીખાભાઈ લાવડીયા (ઉ.વ.૨૩ (રહે.નહેરુનગર, ૯ અટીકા) નામના આહિર યુવક પર સરાજાહેર છરી વડે ખુની હુમલો કરી નાણાંની લાલચમાં પોલીસની ઓસરી ગયેલી ધાકનો નમુનો પેશ કર્યો હતો. રાબેતા મુજબ ઈજાગ્રસ્ત યુવકની ફરિયાદના આધારે એ ડિવીઝન પોલીસે ફરાર થઈ ગયેલાં સી.એન.જી. ઓટોના ચાલક સામે ગુનો નોંધ્યો હતો.ટ્રાફિક વોર્ડન પ્રકાશ બપોરના સમયે જનાના હોસ્પિટલની આગળ બસ સ્ટોપ પાસે હતો ત્યારે રિક્ષાચાલક ધસી આવ્યો હતો અને પ્રકાશની પુંઠ (બેઠક)ના જમણા ભાગે તેમજ ડાબા પગે પીંડીના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા. ઘવાયેલો વોર્ડન ઈજાગ્રસ્ત હાલતમાં ટ્રાફિકશાખાની ઓફિસે પહોંચ્યો હતો જ્યાં તેને ટ્રાફિક પી.આઈ.રાય, મદદનીશ બી.કે.જાડેજા સહિતના સ્ટાફે સિવિલ હોસ્પિટલે ખસેડયો હતો. ઈજાગ્રસ્ત વોર્ડને નોંધાવેલી ફરિયાદમાં રિક્ષાચાલક ટ્રાફિકને અડચણરુપ થાય એ રીતે રિક્ષા રાખીને ઉભો હતો. જેથી, ઠપકો આપ્યો હોઈ જેનો ખાર રાખીને હુમલો કર્યાનો આરોપ મુક્યો હતો. બનાવ બાદ ટ્રાફિક પોલીસે સિવિલ ચોકમાં હાપહુપ કરી હતી. પરંતુ બેઅસર જેવી બની રહી હતી.

  •  હુમલાઓ પાછળ ઉચ્ચ અધિકારીઓની 'વહિવટી' નીતિ પણ જવાબદાર

ટ્રાફિકની સમસ્યા હળવી કરવા પોલીસ સ્ટાફને મદદરુપ બની રહે તે માટે ટ્રાફિક વોર્ડનની અમલી પ્રથાનો પોલીસ દ્વારા ટ્રાફિકના બદલે વધુને વધુ ઉઘરાણા કરવામાં અમલ થતો હોય સીધા ઘર્ષણમાં કે નજરમાં ટ્રાફિક વોર્ડન જ આવતાં હોય છે. અનુભવે ઘડાય તેમ ટ્રાફિક વોર્ડન પણ આવી બાબતોમાં પાવરધા બની ગયા છે. લેતીદેતીના મામલે જ વધુ પડતાં ઘર્ષણો થતાં રહે છે કારણે કે વહિવટ આપ્યા બાદ પણ જો ઉભા ન રહેવા દે કે ગેરકાયેદે પેસેન્જરો ન ભરવા દે તો પેસેન્જર વાહનોના ચાલકો ઉશ્કેરાવાના જ. જો પોલીસ મલાઈને બદલે માત્ર ફરજમાં ધ્યાન આપે તો કોઈ પેસેન્જર વાહન ચાલકની ખુલ્લેઆમ હુમલાઓ કરવાની હિંમત ન ચાલી શકે. એક નહીં અગાઉ આવા અનેક બનાવો બની ચુક્યા છે. હુમલો થાય એટલે જે તે સ્થળે બે,પાંચ દિવસ પોલીસ કડકાઈ દાખવે ફરી લાલચના કારણે રાબેતા મુજબ ચાલવા લાગે. જો પોલીસ હવે લાલસા ઓછી નહીં કરે તો રસ્તામાં આંતરતા લુખ્ખાઓ પોલીસમથકે પહોંચતા પણ નહીં અચકાય. પોલીસની આવી ચાલ પાછળ એ.સી.માં બેસીને વહિવટ ચલાવતાં ઉચ્ચ અધિકારીઓની નીતિ પણ મહદઅંશે જવાબદાર છે.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com