180X600.jpg
Aug 28,2015 12:51:37 AM IST
 

શહેરનાં અનેક બગીચાઓ બિસ્માર કોન્ટ્રાક્ટરો બેદરકાર, તંત્ર બેપરવાહ

Apr 21, 2013 18:39 Rajkot >
 
comment     E-Mail     Print    
 
Viewed: 325
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ, તા.૨૦

શહેરના ૧.૪૪ લાખ ચોરસ મિટર કરતા પણ વધુ એરિયામાં પથરાયેલા ૮૯ બગીચા પૈકી બે ચારને બાદ કરતા અન્ય બગીચાઓની હાલત સતત બિસ્માર થતી રહી. તેની પાછળ બગીચાનું ખાનગીકરણ જવાબદાર માનવામાં આવી રહ્યું છે. ગત જનરલ બોર્ડમાં આ અંગે વિગતો પણ માંગવામાં આવી હતી. બગીચાઓ સાથો સાથ બાળક્રિડાંગણની નિભાવણીઓ માત્ર કાગળ ઉપર જ થતી હોય અને બારોબાર બિલો બની જતાં હોઈ બાળકોને રમવાના હિચકા, લપસીયા કે, અન્ય સાઘનોની હાલત જોવા જેવી હોય છે.

  • લાખો રુપિયાનો પગાર મેળવતા ગાર્ડન શાખાના અધિકારીઓ અને સ્ટાફને મોજેમોજ

જ્યાં અધિકારીઓ અને પદાધિકારીઓ સવારે વોકિંગમાં નિકળે છે તે રેસકોર્ષ બગીચાની હાલત પણ ખરાબ થવા લાગી છે.નિભાવણી માટે રખાયેલા કોન્ટ્રાકટરો અને ગાર્ડન શાખાના અધિકારીઓ વચ્ચેના સબંધોના કારણે નિભાવણીના કામો થયા વગર બિલો બની જતાં હોય છે. અગાઉના વર્ષોમાં બાળ ક્રિડાંગણના સાધનો ખરીદાયા વગર બિલ મુકાયાનો વિવાદ જાગ્યો હતો. હાલ, મહાપાલિકા પાસે ગાર્ડન શાખાની નિભાવણીમાં માંડ ૩૮ બગીચા છે અને તેમાં પણ બહારના મજૂરો રાખવામાં આવતા હોય છે. છતાં મેન્ટેનન્સની ૂબાબતે આ બગીચાઓની હાલત પણ જોવા જેવી હોય છે.

ખાનગી ઈજારેદારોને જયા નિભાવણી સોંપાઈ છે. તેમાં લાગતા વળગતા જ લોકો હોય ગાર્ડન શાખા ધારે ત્યારે અધિકારીઓને ઉંધા ચશ્માં પહેરાવી દેતી હોય છે. જે ઈજારેદારોને ગાર્ડનની નિભાવણી સોંપાઈ છે, તે જ લોકોને બાલક્રિંડાગણની પણ નિભાવણી સોંપાઈ હોઈ બગીચાઓમાં બાળક્રિંડાગણના સાધનોની હાલત પણ દયનીય જ હોય છે. અગાઉ રેસકોર્ષના બગીચા તેમજ બાળ ક્રિંડાગણને અપ ટુ ડેટ રખાતું હતું. પણ, હવે, હિંચકો તૂટે તો પણ મહિનાઓ સુધી રિપેર થતો નથી. જ્યુબીલીની હાલતતો લાંબા સમયથી ખરાબ થઈ ચુકી છે. પાણીની તંગી હોવા છતાં દરરોજ પોણો લાખ રુપિયાનું પાણી ગાર્ડન માટે આપવામાં આવે છે. આમ છતાં બગીચાની લીલોતરી સૂકાઈ રહી છે. બગીચાની જાળવણી માટે મહાપાલિકાની શાખા કાર્યરત છે. પણ, તેના અધિકારીઓ રેસકોર્ષ સિવાય ભાગ્યેજ કોઈ ગાર્ડનમાં દેખાતા હોય છે. ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ વિકાસના દાવાઓ વચ્ચે શહેરની જનતાની સુખાકારી માટે અગાઉથી મળેલી વિરાસતની સાર સંભાળ રાખવા માટે પ્રયાસો કરે તે જરુરી છે.

માત્ર રેસકોર્ષ જ નહિ અન્ય બગીચાઓ ઉપર પણ ધ્યાન આપવું આવશ્યક છે.

 
Share This


 
 
   
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com