Apr 19,2014 07:18:52 AM IST
 

વાવાઝોડાથી હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં કરોડોનાં નુક્સાનનો અંદાજ

Apr 21, 2013 18:40 Rajkot > Rajkot City
 
comment     E-Mail     Print    
 
Viewed: 324
Rate: 0
Rating:
Bookmark The Article

રાજકોટ તા.૨૦

છેલ્લાં ચાર દિવસથી આવેલા હવામાન પલટાના કારણે તોફાની પવન સાથેના કમોસમી વરસાદના કારણે રાજકોટ-ગોંડલ નેશનલ હાઈવે પર આવેલાં ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ચારેક ઈંચ વરસાદ તૂટી પડતાં, આ વિસ્તારના ઔદ્યોગિક એકમોને અંદાજિત ૫૦ થી ૬૦ કરોડનું માતબર નુક્સાન થયાની ફરિયાદો ઉઠી છે.

કાચા માલને ભારે નુકશાન : તાકિદે સહાય આપવા સરકાર સમક્ષ માંગ કરતાં કારખાનેદારો

આ અંગે હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ એસોસિએશનના જણાવ્યાં અનુસાર, તોફાની પવન સાથે ખાબકેલાં વરસાદ તૂટી પડતાં આ વિસ્તારમાં વીજળીના ઝટકા સાથે અનેક કારખાનાઓમાં મોંઘા વિદ્યુત ઉપકરણો બળી ગયા હતા. મોટા ભાગની ફેક્ટરીઓના છાપરાં ઉડી ગયા હતા તેમજ દિવાલો ધરાશાયી થઈ ગઈ હતી. જેના કારણે કારાખાનાઓમાં પડેલાં કરોડોના કિંમતી કાચા માલને ભારે નુક્સાની થવાનો અંદાજ બંધાઈ રહ્યો છે. ખાસ કરીને હડમતાળા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કાર્યરત સવાસોથી વધુ યુનિટોમાં મોટાપાયે કપાસ, જીનીંગ, સીમેન્ટ, કેમિકલ્સ, કોલ અને કોક, એગ્રો પ્રોડક્ટ્સના ઉદ્યોગો સાથે સંકળાયેલી કંપનીઓને મોટા નુક્સાનનો અંદાજ લગાવાઈ રહ્યો છે. એક તરફ મંદીનો માહૌલ છે અને વર્ષ પણ નબળું છે, તેવામાં કમોસમી વરસાદ અને વાવાઝોડું પડયા પર પાટું સમાન સાબિત થશે. પરિણામે, નુક્સાની ભોગવનાર એકમોને સરકાર તાકીદે સહાય કરે તેવી માગણી એસોસિએશનના પ્રમુખ રવજીભાઈ માંડણકા, ઉપપ્રમુખ ભીખુભાઈ સોરઠીયા અને સેક્રેટરી કિશોરભાઈ કાથરોટીયાએ જણાવ્યું હતું.

 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com