Jul 05,2015 01:14:29 PM IST
 

પોપે પાંચ ર્કાડિનલ્સની સેલેરી રોકી

Apr 21, 2013 20:59
 
Tags:   Pope Francis Vatican City Church Bank comment     E-Mail     Print    
 
Viewed: 1997
Rate: 0
Rating:
Bookmark The Article

વેટિકન સિટી, 21 એપ્રિલ

 ગરીબો માટે ચર્ચ બનાવવાની ઇચ્છાને પગલે નવા પોપ ફ્રાન્સિસ પ્રથમે વેટિકન બેંકની દેખરેખ રાખનારા પાંચ ર્કાડિનલ્સને મળતાં વાર્ષિક વેતનને રદ કર્યું છે. ર્કાડિનલ્સને આ કામ માટે વાર્ષિક ૨૫ હજાર યૂરો (લગભગ ૩૩ હજાર ડોલર)ની રકમ આપવામાં આવતી હતી. ઇટાલીની એક ન્યૂઝ એજન્સીના અહેવાલ મુજબ તાજેતરનાં વર્ષોમાં વેટિકન બેંક પર કાળાં નાણાંના વેપારના આરોપો મૂકવામાં આવ્યા હતા. ગયા વર્ષે યુરોપિયન રેગ્યુલેટરી બોડીઝે પણ કહ્યું હતું કે, વેટિકન બેંક કાળાબજારી બંધ કરવાના પૂરતા પ્રયાસ કરવામાં નિષ્ફળ રહી છે. ૨૦૧૧માં વેટિકન બેંકની અંદર કાળાબજારી અને કૌભાંડોનો પર્દાફાશ થયા બાદ બેંકની દેખરેખ માટે નિમાયેલા પાંચ ર્કાડિનલ્સનાં બોર્ડને બેંકના ભૂતપૂર્વ અધ્યક્ષ એટ્ટોરે ગોટ્ટી ટ્ડેસ્કીને બરતરફ કરવામાં આવ્યા હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com