180X600.jpg
May 31,2016 11:25:12 PM IST
 

લાઈફસ્ટાઇલને સરળ બનાવશે હ્યુમન ઓપરેટેડ ડિવાઈસ

Apr 25, 2013 22:48 Supplements >
 
comment     E-Mail     Print    
 
Viewed: 61749
Rate: 3.6
Rating:
Bookmark The Article

રોબોકિંગ વેક્યુમ ક્લિનર તેમાં લગાવવામાં આવેલા માઇક્રોફોનની મદદથી ઓનરના અવાજને ઓળખશે અને ક્લેપિંગ ઉપર રિસ્પોન્સ પણ કરશે

સાયન્સ અને ટેક્નોલોજી આજના સમયમાં વ્યક્તિની જરૂરિયાત બની ગયા છે. ટેક્નોલોજીમાં પણ વ્યક્તિનાં જીવનધોરણમાં બદલાવ લાવવા માટે અવારનવાર એક્સપિરિમેન્ટ્સ થતાં જ રહે છે. પહેલાં મોબાઇલ, વેક્યૂમ ક્લિનર જેવા ડિવાઇસ સ્વીચ કે કીપેડની મદદથી ઓપરેટ થતાં હતા. પણ અહીં દર્શાવેલા વેક્યૂમ ક્લિનર અને મોબાઇલ ડિવાઇસ ટેક્નોલોજીમાં એક નવી શોધ છે જે વ્યક્તિના અવાજ અને માઇન્ડથી કંટ્રોલ કરી શકાય છે. રોબોટિક વેક્યુમ ક્લિનર યૂઝર્સના અવાજ અને ક્લેપિંગની મદદથી કામ કરશે. જ્યારે સેમસંગ ડિવાઇસ ઇઇજીની મદદથી માઇન્ડ કંટ્રોલથી ઓપરેટ કરી શકાશે.

રોબોટીક વેક્યૂમ ક્લિનર યૂઝર્સના અવાજ અને કમાન્ડને ઓળખશે અને તેનું અનુસરણ કરશે. રોબોકિંગ કેટલાંક કમાન્ડ્સ અને ક્લેપ્સને માઇક્રોફોનની મદદથી સરળતાથી ઓળખશે. આ સિવાય તેમાં કેમેરા અને અલ્ટ્રાસોનિક સેન્સર પણ લગાડવામાં આવ્યા છે. જેની મદદથી રૂમનો વર્ચ્યુઅલ મેપ લઇને તે સફાઇ કરશે. જો યૂઝર બે વખત ક્લેપ કરે ત્યારે વેક્યૂમ રોકાઇ જશે. માઇક્રોફોન ડોટ્સથી આ ગેજેટ કઇ દિશામાંથી અવાજ આવી રહ્યો છે તે પણ ઓળખશે. એટલે યુઝરે માત્ર 'ક્લિન' શબ્દ જ બોલાવાનો છે અને વેક્યૂમ ક્લિનર તે એરિયાની સફાઇ કરી દેશે. અવાજ રહિત હોવાના કારણે ઓનર તેને ટીવી જોતાં સમયે પણ યૂઝ કરી શકે છે.

રોબોકિંગ કેવી રીતે કામ કરશે?

રોબોકિંગમાં ટોપ અને બોટમમાં લાગેલા ડયુઅલ કેમેરા ધૂળ અને દીવાલોની સફાઇ આસાનીથી કરશે. ગેજેટ્સના વ્હિલને તેના જૂના વર્ઝન કરતાં આ વખતે રિપોઝશન કરવામાં આવ્યા છે જેથી તે ખૂણાઓની પણ સફાઇ સારી રીતે કરી શકે. એક વખત ચાર્જ કર્યા બાદ આ ગેજેટ ૧૦૦ મિનિટ સુધી ચાલશે. રોબોકિંગનું આ મોડલ જૂના મોડલ કરતાં ૧૦ ટકા વધારે અસરકારક છે.

 
Share This




 
 
   

 
Columns/Editorial
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com