Sep 23,2014 03:47:18 AM IST
 

ભારતીય મૂળના સર્જન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા કોર્ટમાં કેસ ચાલશે

Apr 28, 2013 14:42 NRI > Australia
 
Tags:   Jayant Patel GBH Queensland Brisbane Supreme Court Bundaberg Base Hospital. comment     E-Mail     Print    
 
Viewed: 1558
Rate: 4.0
Rating:
Read in English
Bookmark The Article

વોશિંગ્ટ, 28 એપ્રિલ

ભારતીય મૂળના ડોક્ટર જયંત પટેલ દ્વારા એક દર્દીને ગંભીર ઈજા પહોંચાડવાને મામલે સપ્ટેમ્બરમાં તેમની વિરુદ્ધ ઓસ્ટ્રેલિયાની કોર્ટમાં ખટલો ચલાવવામાં આવશે. ૨૦૦૪માં બન્ડાબર્ગ બેઝ હોસ્પિટલમાં ફરજ દરમિયાન ૬૨ વર્ષીય જયંત પટેલ પર એક દર્દીનાં ઓપરેશન દરમિયાન બિનજરૃરી રીતે તેનાં આંતરડાનું એક અંગ કાઢી લેવોનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

શુક્રવારે સુપ્રીમ કોર્ટના જજ ગ્લેન ર્માિટને જણાવ્યું હતું કે, આ કેસ અંગેની સુનાવણી આગામી ૨૩ સપ્ટેમ્બરે કરવામાં આવશે અને ૧૦થી ૧૫ દિવસ સુધી સુનાવણી ચાલશે. જયન્ત પટેલના વકીલ કેન ફ્લેમિંગે જણાવ્યું કે, પૂર્વ સુનાવણી હશે ત્યારે તે બચાવ અંગે જજ સામે અરજી કરશે, જેમાં અગ્રણી જજ સભ્યોના મત લઈ પટેલ સામે કેસ ચલાવવો કે નહિ તે અંગે મતદાન કરવામાં આવશે.

પબ્લિક પ્રોસિક્યૂશન ટોડ ફુલરે કહ્યું કે, પટેલના છેતરપિંડીના ગુનાઓને જિલ્લા કોર્ટમાં પણ આગળ ચલાવવામાં આવશે. જજ જિન ડાલ્ટને શારીરિક ભાગોમાં થયેલી ગંભીર ઈજાની તપાસ પટેલ દ્વારા કરાવવામાં આવી હતી. બ્રિસબેનના સુપ્રીમ કોર્ટના જજે ગત મહિને મનુષ્યવધ પુનઃ સુનાવણી વખતે પટેલને દોષી ઠેરોવ્યા ન હતા.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
View More
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com