Oct 26,2014 02:36:30 AM IST
 

ભારતીય મૂળની વ્યક્તિની મલેશિયામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી

Apr 28, 2013 14:50 NRI > Rest of World
 
Tags:   Indian origin man Malaysia Injuries Ragunathan Motorcycle-Borne comment     E-Mail     Print    
 
Viewed: 520
Rate: 0
Rating:
Bookmark The Article

સિંગાપુર, તા. ૨૭

મલેશિયામાં ભારતીય મૂળની ૩૯ વર્ષીય વ્યક્તિની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. આ ઘટના મલેશિયાના સેરેમબન શહેરની છે જ્યાં બાઇક પર સવાર અપરાધીઓએ ભીડવાળા રસ્તા પર જ આ ઘટનાને અંજામ આપ્યો હતો. મળતી માહિતી મુજબ ભારતીય મૂળનાં એન. રઘુનાથન પોતાની ગાડીમાં બેસીને સેમ્બિલન શહેરના રોડ પરિવહન વિભાગના(આરટીડી) મુખ્યાલય જઈ રહ્યા હતા, તેઓ જેવા આરટીડીનાં પ્રવેશદ્ધાર પર પહોંચ્યા ત્યારે અચાનક જ બાઈક પર સવાર અપરાધીઓમાંથી પાછળ બેઠેલી વ્યક્તિએ એન. રઘુનાથન પર ત્રણ ગોળીઓ ચલાવી. એન. રઘુનાથનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અપરાધ અન્વેષણ વિભાગના પ્રમુખ સહાયક આયુક્તના જણાવ્યા અનુસાર રઘુનાથનને માથા તથા શરીર પર ગોળીઓ વાગી હતી. હત્યાનાં કારણોની તપાસ ચાલી રહી છે તથા લોકોએ અપરાધીઓનું જેવું વર્ણન કર્યું છે તેના પરથી તેઓ સ્થાનિક લોકો જ હોવાનું માલૂમ પડે છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com