Nov 22,2014 08:14:32 AM IST
 

કેટ મિડલ્ટને પહેરેલો ડ્રેસ એક કલાકમાં જ વેચાઈ ગયો

Apr 28, 2013 18:00 Entertainment > Hollywood
 
Tags:   Kate Middleton Topshop Dress Sells Within an Hour Harry Potter Studios Fashion comment     E-Mail     Print    
 
Viewed: 2603
Rate: 2.2
Rating:
Read in English
Bookmark The Article

લંડન, 28 એપ્રિલ

ફિલ્મ અભિનેત્રીઓ, મોડલ્સ તથા સેલિબ્રિટીઝે પહેરેલા ડ્રેસ હંમેશાં મહિલાઓની પસંદ રહી છે એટલે જ બ્રિટનના શાહી પરિવારની પુત્રવધૂ તથા ડચેસ ઓફ કેમ્બ્રિજ કેટ મિડલ્ટનનો એક પોલ્કા ડોટ્સવાળા ડ્રેસનું માત્ર એક કલાકમાં ઓનલાઇન વેચાણ થઈ ગયું હતું. આ ડ્રેસને ૩૮ પાઉન્ડમાં વેચવામાં આવ્યો છે.

લંડનથી ૩૦ કિલોમીટર દૂર વોર્નર બ્રધર્સના ફિલ્મ સ્ટુડિયોમાં ૫૦૦ બાળકોની સાથે ગર્ભવતી કેટે પતિ વિલિયમ અને દિયર પ્રિન્સ હેરી સાથે હાજર રહી હતી. કેટે આ મુલાકાત દરમિયાન વ્હાઇટ અને કાળા રંગના પોલ્કા ડોટ્સ ધરાવતો ડ્રેસ પહેર્યો હતો. આ ડ્રેસમાં કેટની તસવીર જાહેર કરાતાં જ મહિલાઓ તેને ખરીદવા માટે તૂટી પડી હતી. એક કલાકની અંદર આ જ પ્રકારના બીજા ડ્રેસ ગાયબ થઈ ગયા હતા. વોર્નર બ્રધર્સના આ ફિલ્મ સ્ટુડિયોમાં 'હેરી પોટર' સિરીઝની આઠ ફિલ્મ રિલીઝ થઈ છે. આ સિવાય અહીં ટોમ ક્રૂઝે પણ એક ફિલ્મનું શૂટિંગ કરેલું છે.

 
Share This


Photos:
Videos:
 
 
   
blog comments powered by Disqus
 
Most Popular
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com