Jul 01,2015 10:23:14 PM IST
 

ચના પાલક સબ્જી

Apr 29, 2013 17:30 Special >
 
comment     E-Mail     Print    
 
Viewed: 3283
Rate: 5.0
Rating:
Bookmark The Article

સામગ્રી
  • બાફેલા કાબુલી ચણા - દોઢ કપ
  • સમારેલી પાલક - ૧ કપ
  • તેલ - ૪ ટેબલસ્પૂન
  • સમારેલાં રીંગણાં - ૧ કપ
  • સમારેલાં ટામેટાં - - ૧ કપ
  • જીરું - ૧ ટીસ્પૂન
  • તજ - ૧ કટકો
  • લવિંગ - ૨ નંગ
  • ગરમ મસાલો - ૧ ટીસ્પૂન
  • લાલ મરચું - ૨ ટીસ્પૂન
  • આમચૂર પાઉડર    - ૧ ટીસ્પૂન
  • ધાણાજીરું - ૧ ટીસ્પૂન
  • મીઠું - સ્વાદ પ્રમાણે
  • સમારેલી ડુંગળી - ૧/૨ કપ
  • લસણ - ૮ કળી
  • આદું - ૨ ટીસ્પૂન
  • સમારેલી કોથમીર -૨ ટેબલસ્પૂન
રીત
  • એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રીંગણાં નાખી સાંતળો જ્યાં સુધી રીંગણાં સોફ્ટ ન થઈ જાય. જરૂર પડે તો થોડું પાણી છાંટો.
  • ત્યારબાદ તેમાં ટામેટાં નાખી તેની પ્યુરી બનાવી લો.
  • હવે એક કડાઈમાં ૩ ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં જીરું, તજ, લવિંગ, લસણ, ડુંગળી અને આદું નાખી ૨થી ૩ મિનિટ સાંતળો.
  • ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ જાય એટલે તેમાં ટામેટાં અને રીંગણાંની પ્યુરી નાખી ગરમ મસાલો, લાલ મરચું, આમચૂર પાઉડર, ધાણાજીરું, મીઠું, કાબુલી ચણા અને ૧/૨ કપ પાણી નાખી ૨ મિનિટ પકવો.
  • બધા મસાલા સરખી રીતે મિક્સ થઈ જાય એટલે તેમાં પાલક નાખી ૧૦ મિનિટ પકવો અને ત્યારબાદ તેને સમારેલી કોથમીરથી ગાર્નિશ કરી ગરમ ગરમ સર્વ કરો.
 
Share This


 
 
   
blog comments powered by Disqus
 
 
© Reproduction in Whole or in part without written permission is prohibited.
investorsgrievance@sandesh.com